________________
87...છે જે #માય ના
ઈંડા ઝાલ્યા હાથ,
મિણીનો જીવ એક ભવમાં રાણી તરીકે હતો. રાણી અને રાજા બગીચામાં ફરવા ગયા.
ત્યાં મોરલી વિયાણી હતી. રાણીએ કૌતુકથી મોરલીના ઈંડા હાથમાં લીધા. તેથી તેણીના હાથમાં લાગેલા કંકુથી ઈંડા કંકુવર્ણના થઈ જવાથી મોરલીએ એ ઈંડા સેવ્યા નહિ. ૧૬ ઘડી એટલે કે ૬ કલાક ૨૪ મિનિટ પછી વરસાદ પડ્યો. ત્યારે ઈંડા ધોવાઈ જવાથી મોરલીએ સેવ્યા. રાણીએ તેની આલોચના ન લીધી. તેથી મિણીના ભવમાં તેણીને ૧૬ વર્ષ સુધી સંતાનનો વિયોગ થયો. નેમિનાથ ભગવાનને પૂછવાથી પ્રભુએ ખુલાસો કર્યો. ત્યાર બાદ દીક્ષા લઈ રુમિણી મોક્ષમાં ગઈ.
ઈંડાને હાથ લગાડવાથી ૧૬ ઘડીનો વિયોગ થતાં ૧૬ વર્ષના વિયોગનું કર્મ બંધાઈ ગયું, તો પછી ઈંડા અને આમલેટ ખાનારાને કેવા કર્મ બંધાતા હશે અને આલોચના નહિ લેનારના હાડકાં કેવા ખોખરા થઈ જશે. તે વિચારવા જેવું છે !!
રાણીએ કૌતુકથી મોરલીના ઈંડા હાથમાં લીધાં.
વરસાદથી ૧૬ ઘડી એટલે ૬ કલાક ૨૪ મિનીટ પછી ધોવાઈ ગયા બાદ મોરલીએ સેવ્યા.
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org