________________
છે જે કમાય ell...85
કલાવતીના ડર છેદાણા...
કલાવતીરાણીએ પૂર્વભવમાં પોપટની બે પાંખો કાપીને રાજી થઈ હતી, તેની આલોચના ન લીધી. ત્યાર પછી ક્રમે કરીને પોપટનો જીવ રાજા બન્યો, તેની રાણી કલાવતી બની. એક દિવસ અચાનક રાણીના હાથમાં બેરખાં (હાથનું આભૂષણ) પહેરેલા જોઈને સખીએ પૂછ્યું કે, “આ ક્યાંથી આવ્યા ?” રાણીએ જવાબ આપ્યો, “જે હંમેશા મારા મનમાં રહે છે અને જેના મનમાં હું રહું છું, રાત-દિવસ જેને હું વિસરતી નથી, જેને જોવાથી મને હર્ષનો કોઈ પાર રહેતો નથી, તેણે મોકલ્યા છે.” આવું વચન ગુપ્ત રીતે સાંભળી રાજા સંશયમાં પડી ગયો કે “શું રાણી દુરાચારિણી છે. તેથી મારા સિવાય બીજે એણીનું મન છે, જેણે આ દાગીના મોકલ્યા છે.” રાજા ક્રોધથી ધમધમી ઊઠ્યો અને સુભટોને કહ્યું કે, “ગર્ભવતી રાણીને જંગલમાં લઈ જાઓ અને બેરખાં સહિત કાંડા કાપીને લઈ આવો.” સુભટો રાણીને જંગલમાં લઈ ગયા. કાંડા કાપીને લઈ આવ્યા. રાણીએ પુત્રને જન્મ આપ્યો કે મહાસતીના શીલના પ્રભાવે દેવે હાથ સાજા કરી દીધા. દેવે મહેલ બનાવી જંગલમાં મંગળ કરી દીધું.
રાજાએ બેરખા ઉપર જ્યારે રાણીના ભાઈ જય-વિજયના નામ જોયાં, ત્યારે રાજા ખૂબ સંતાપ કરવા લાગ્યો, પછી શોધ-ખોળ કરી રાણીને સન્માનપૂર્વક લઈ આવ્યો. ભગવાન મહાવીરને પૂછવાથી પૂર્વભવમાં સૂડાની પાંખો કાપવાનું ફળ મળ્યું છે, તે જાણી પુત્રને રાજ્ય અર્પણ કરી રાજા રાણીએ ચારિત્ર લીધું, ક્રમે કરી કર્મ ખપાવી રાણી કલાવતી મોક્ષમાં ગઈ. પૂર્વભવમાં આલોચના ન લીધી, તેથી કાંડા કપાવવા પડ્યાં. માટે આલોચના લેવામાં જરાય સંકોચ ન રાખવો જોઈએ.
J
eucation International
For Personal & Private Use Only
www.jainelibrary.org