________________
જે જે કરમાય ની...82
અંજ0)સુંદર દુઃછી કેમ થઈ?
કનકોદરીએ ભગવાનની પ્રતિમા અશુધિસ્થાનમાં
કનકપુર નગરના રાજા કનકરથની બે પત્નીઓ હતી. એકનું નામ કનકોદરી અને બીજીનું નામ લક્ષ્મીવતી હતું. લક્ષ્મીવતી રાજમહેલમાં પ્રતિમારૂપે બિરાજમાન રત્નમય જિનેશ્વર ભગવાનની સુંદર ભક્તિ કરતી હતી. જેથી લોકોમાં ધર્માત્મા તરીકે એની ખ્યાતિ વધી ગઈ... કનકોદરીને ખૂબ જ ઈર્ષ્યા થવા લાગી. એક દિવસ કનકોદરીએ વિચાર કર્યો કે તેણીની ખ્યાતિનું મૂલ કારણ પરમાત્માની પ્રતિમા છે.
ન રહે બાંસ ન બજે બાંસૂરી” આ દુષ્ટભાવનાથી પ્રેરિત થઈ ગુપ્ત રીતે પ્રતિમાજીને ઉઠાવી અશુચિસ્થાનમાં નાંખી દીધી. હા... હા... કા...૨ મચી ગયો... લક્ષ્મીવતીએ ખૂબ તપાસ કરાવી. અંતે અનુમાન થયું કે કનકોદરી સિવાય આ કામ કોઈ પણ ન કરી શકે. ત્યાં આવેલા સાધ્વી જયશ્રીને આ વાતની ગંધ આવી ગઈ. તેણે કનકોદરીને મીઠાસથી વાત સમજાવી. પ્રતિમાજીને પુનઃ અભિષેક આદિ કરાવી પ્રતિષ્ઠિત તો કરી દીધી, પરંતુ પ્રાયશ્ચિત ન લીધું.
એના કારણે અંજનાસુંદરીના ભવમાં એને ૨૨ વર્ષ સુધી પતિનો અસહ્ય વિયોગ સહન કરવો પડ્યો. પૂર્વભવમાં વસંતતિલકાએ એને પ્રોત્સાહન આપેલું, તેથી તેને પણ સાથે સહન કરવું પડયું. પરમાત્માની આશાતના ઈષ્યવશ થઈ ગઈ, પણ જો આલોચના લઈ લીધી હોત, તો આવું દુ:ખ ઊભું ન થાત. એમ જાણીને આપણે આલોચનાશુદ્ધિ કરવી જોઈએ.
Jan Education International
For Personal & Private Use Only
www.janelle