________________
જે જે કમાય ll...76
અને,
Hildi
વસુદેવની પત્ની દેવકીએ પૂર્વભવમાં સોક્યના ૭ રત્નો ચોર્યા હતા. એમની આકુળતા જોઈ દયાર્દ્ર બની તેણીએ એક રત્ન પાછું સોંપી દીધું. આ ચોરીની આલોચના દેવકીના જીવે ન કીધી. ત્યાર બાદ તે બીજા ભવમાં દેવકી બની. - ભદ્દિલ ગામમાં નાગિલ નામના શેઠ રહેતા હતા. એની ધર્મપત્નીનું નામ સુલતા હતું. એના છોકરા બધા મરેલા જ જન્મશે, એવી ભવિષ્ય વાણી એક નૈમિત્તિક કરી હતી. તેથી તેણીએ હરિૉગમેષી દેવની સાધના કરી. દેવે તેણીને ચોખ્ખું કહી દીવું કે, “સુલસા ! આ વાત તારા ભાગ્યમાં નથી કે તારે જીવતાં પુત્રો જમે. હા... બીજાના સંતાન હું તો આપી શકું, તું એમને મોટા કરજે.” “મામો નહિ તો કહેણો મામો'' એ કહેવતના અનુસાર લસાએ સંમતિ આપી.
દેવકીના લગ્ન પ્રસંગે અઈમુત્તા મુનિએ કસની પત્ની જીવયશાને કહ્યું કે, “દેવકીનું
સાતમું સંતાન કંસનો ઘાત કરશે.” તેથી મૃત્યુથી ભયભીત થયેલા કંસે “દેવકીના સાત સંતાનો મને સોંપવામાં આવે” આવું વાસુદેવ પાસે કબૂલ કરાવ્યું અને એ સંતાનોને મારી નાંખવાનો મનમાં સંકલ્પ કર્યો. પરંતુ કહેવાય છે “રામ રાખે તેને કોણ ચાખે” જન્મ લેનારનું પુણ્ય પ્રબળ હતું. તેથી જન્મતાંની સાથે જ હરિભેગમેષીદેવ બાળકોની અદલાબદલી કરી દેતો. દેવકીના સંતાનો સુલતાને ત્યાં અને સુલતાના મરેલા પુત્રો દેવકીને ત્યાં !
કંસ એ મડદાઓને પટકતો અને તેના પર છરી ચલાવી આનંદિત થતો. આ રીતે દેવકીને છ સંતાનોનો વિયોગ થયો. (એ છએ સંતાનોએ મોટા થઈને નેમિનાથ ભગવાનની વાણીથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી.) સાતમું સંતાન કૃષ્ણજીને સંપૂર્ણ સાવચેતી સાથે વસુદેવ યશોદાને સોંપી નિશ્ચિત થયા. તેઓએ યશોદાની તુરંત જન્મેલી છોકરીને દેવકી પાસે ગોઠવી દીધી. કંસે એનું નાક કાપી દીધું. આ રીતે છ રત્નોની ચોરીના પાપે દેવકીને છ સંતાનોનો કારમો વિયોગ થયો. એક રત્ન તેને પાછું આપ્યું હતું, તેથી કૃષ્ણનો થોડોક સમય વિયોગ અને પછી સંયોગ થયો.
આનાથી શીખવાનું આ છે કે... ઈર્ષ્યાથી કે લોભથી કોઈ પણ જાતની ચોરી આપણા જીવનમાં થઈ ગઈ હોય, તો અવશ્ય આલોચના-પ્રાયશ્ચિતની નિર્મળ ગંગામાં સ્નાન કરી શુદ્ધ અને ભાર રહિત થઈ જવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary:org