________________
જો જે રમાય ના...52
ડોકના વેશમાં દિકરો સગી માતાને શુળીએ ચઢવા ગઈ હતી
અને માતા ચંદ્રાએ દિકરાને દisi કપાઈ ગયાનું કહ્યું.
પહોંચ્યા. મિત્રે કહ્યું કે, અરે અરુણદેવ ! તારા સસરાનું આ ગામ છે. આપણે હેરાન હેરાન થઈ ગયા છીએ, તેથી ચાલ આપણે તારા સસરાના ઘરે જઈએ.' ત્યારે અરૂણદેવે કહ્યું કે,
આવી કફોડી સ્થિતિમાં મારે ત્યાં આવવું ઉચિત નથી.” ત્યારે મિત્રે કહ્યું કે “તું અહીં બેસ, હું ત્યાં જઈ આવું છું.” મિત્ર ગામમાં ગયો અને અરુણદેવ એક દેવ મંદિરમાં લઈ લંબાવી દીધું. સમુદ્રમાં થાકી ગયેલો હોવાથી ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. એટલામાં દેવણી અલંકાર વગેરે પહેરીને ઉપવનમાં આવી હતી. ત્યાં કોઈ ચોર આવ્યો અને કાંડા કાપી કંકણ લઈને ભાગી ગયો. તેણીએ બૂમ પાડી એટલે સિપાહીઓ ચોરનો પીછો કરવા લાગ્યા. સંતાવવાની કે ભાગી જવાની હવે શક્યતા ન હોવાથી તે દેવમંદિરમાં ચોર ઘૂસી ગયો. ત્યાં અણદેવની બાજુમાં તે તલવાર અને કંકણ મૂકી ભાગી ગયો. સિપાહીઓ શોધખોળ કરતાં ત્યાં અરુણદેવની પાસે આવ્યા. આ બધું જોઈ તેને રાજા પાસે લઇ ગયા. રાજાએ અરુણદેવને શૂળી પર ચઢાવવાનો આદેશ આપી દીધો. જલ્લાદોએ તેને શૂળી પર ચઢાવી દીધો.
ત્યાર બાદ તે મિત્ર ભોજન આદિ લઈને આવ્યો, તપાસ કરવાથી તેને જાણવા મળ્યું કે અરૂણદેવને તો શૂળીએ ચઢાવ્યો છે. તેણે જસાહિત્યને જાણ કરી. તેને ત્યાં લઈ આવ્યો. બધી વાતની જાણ થતાં પોતાના જમાઈને આ રીતે
શૂળીએ ચઢાવવામાં આવ્યો છે, તે ખોટું થયું છે. તેથી તે રાજા પાસે ગયો અને કહ્યું કે, “આ તો મારા જમાઈરાજ છે, મારી પુત્રીના કાંડા તો બીજા કોઈ ગઠિયાએ કોપ્યા હશે.” આ જમાદિત્ય પાસેથી ૨.ભળી રાજાએ શુળી ઉપરથી અરુણદેવને ઉતાર્યો. ત્યારબાદ અનેક ઉપચારો કર્યા. તેથી સ્વસ્થ થયો અને અંતે બન્ને અરૂણદેવ અને દેવણી અનશન કરી દેવલોકમાં ગયા. અહીં વિચારવાનું એ છે કે ક્રોધના વચનોની આલોચના ન લીધી, તો બીજા ભવમાં ચંદ્રાના જીવને કાંડા કપાવવાં પડ્યા અને અરૂણદેવને શૂળીએ ચઢવું પડ્યું. માટે ક્રોધ આદિ કષાયોની પણ આલોચના લેવી જોઈએ.
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org