SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જો જે કમાય ના...42 ઈલાયીપુત્રે દોરડા ઉપર નાચવાની શરૂઆત કરી. લોકોએ કરતબ જોઈને તાળીઓ પાડી. હર્ષથી ચિચિયારીઓ પાડી. પરંતુ રાજાની દૃષ્ટિ નટડી ઉપર હતી અને તે તેણી ઉપર મોહિત થઈ ગયો હતો. તેથી રાજાએ તેને ઈનામ ન આપ્યું. ફરી બીજી વાર, ત્રીજી વાર ખેલ બતાવવા કહ્યું. ચોથી વાર દોરા પર ઈલાચીપુત્ર ચડ્યો. પણ રાજા નટડીમાં મોહિત થયો હોવાથી તે ઈલાચીપુત્રનું મોત ઈચ્છતો હતો, તેથી ઈનામ ન આપ્યું. દોરડા ઉપર ચલા, તેણે એક મહેલમાં જોયું, તો એક પદ્મિની સ્ત્રી મુનિને મિઠાઈ વહોરવાની | વિનંતિ કરે છે અને જિતેન્દ્રિય Jain Education International મુનિ આંખનું પોપચું પણ ઉંચું કર્યા વગર ‘ના’ ‘ના’ કહે છે. આ જોઈ ઈલાચી પુત્રને પોતાની કામવાસના ઉપર ફિટકાર અને મુનિ પર અહોભાવ જાગ્યો. અહોભાવ વધતાં વધતાં શુક્લધ્યાનમાં ચઢતાં દોરડા ઉપર જ તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવોએ સાધુવેષ આપી વંદન કર્યું. ઈલાચીપુત્ર કેવળીએ દેશના આપી. તેમાં પોતે ત્રીજા ભવમાં આલોચના ન લીધી અને નટડીના જીવે પણ ન લીધી. તેથી આ બધી વિટંબણાઓ થઈ છે. તે સાંભળી નટડીને જાતિસ્મરણ થયું. તીવ્ર પશ્ચાતાપ થયો અને તેણીએ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. www.jainelibrary.org 'ઈલાયીપુત્રે દારકા પર નાચતાં મહેલમાં મુનિને જોયા. EaMaaaaa.. fwaledge Dala
SR No.005652
Book TitleJo je Karmay Na
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy