________________
જો જે કમાય ના...36
રાજા મુનિને નમસ્કાર કરી પુત્ર પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, “અરે પુત્રો ! એ મુનિ તમારા સાંસારિક કાકા છે. તમે સાધુઓને ખુબ જ હેરાન કર્યા છે, તેથી તમને આ દંડ કર્યો છે. જો દીક્ષા લેશો, તો હાડકાં ચઢાવશે, અન્યથા તમારી મેળે પીડાઈ પીડાઈને મરી જશો.’’ આ સાંભળી બન્ને છોકરાઓએ પરાણે કબુલાત કરી કે અમે દીક્ષા લઈશું. મુનિએ આવીને હાડકા ચડાવ્યા, અને બન્ને છોકરાઓએ દીક્ષા લીધી. ચારિત્રની શુદ્ધ આરાધના કરવા લાગ્યા. પુરોહિત પુત્ર બ્રાહ્મણકુળનો હોવાથી મળ અને મલીન વસ્ત્રોની તેણે દુગંચ્છા કરી. આ પ્રમાણે દુર્ગંચ્યા કરવાથી પ્રથમ ગુણસ્થાનકે આવી નીચગોત્રનો બંધ કર્યો. તેમજ એક વખત આ જ મુનિને વિચાર આવ્યો કે ગુરુમહારાજે પરાણે દીક્ષા આપી છે, તે બરાબર નથી કર્યું, એ રીતે ઉપકારી ગુરુનો દોષ જોયો, તે વિચારથી દુર્લભબોધિનું કર્મ બંધાઈ ગયુ. ત્યારબાદ તે મુનિએ બન્ને દોષોની આલોચના ન લીધી. પાપ એમનું એમ અકબંધ રહી ગયું. તે બન્ને ચારિત્ર પાળી દેવલોકમાં ગયા. પુરોહિત પુત્રે મલીન વસ્ત્રોની દુર્ગંચ્છા કરવાથી નીચગોત્ર બાંધેલું હોવ થી દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી એક ચંડાલણની કુક્ષીમાં તેનું ચ્યવન થયું.
||
એક શેઠાણીને મરેલા બચ્ચાઓ જનમતા હતા. તેથી તેણીનું મન અત્યંત ખિ રહેતું હતું. ચંડાલણીએ તેણીને ખિન્નતાનું કારણ પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે, ‘મારે મરેલા સંતાન જન્મે છે. એક પણ પુત્રને વાત્સલ્ય આપી શકી નથી.’ ચંડાલણીએ કહ્યું કે, “મારે પુત્ર જ જન્મે છે.’ તેથી શેઠાણીએ કહ્યું કે, ‘તને સોનામહોર આપીશ. જન્મ વખતે આપણે પ પર સંતાનને બદલાવી દઈશું.’ આ પ્રમાણે, નક્કી થયા પછી જન્મ વખતે પરસ્પર અદલો બદલો કર્યો. તેનુ નામ મેતારજ આપી દીધું. અહીં વિચારવાનું એ છે કે એક વખત થયેલ દુર્ગંચ્છાએ મેતારજના જીવને ચંડાલના ઘરમાં જન્મ આપી દીધો.
૧) સાગરચંદ્ર મુનિ રાજપુત્ર અને પુરોહિત પુત્રના સાંધાઓ ઉતારી ચાલ્યા ગયા. ૨) રાજા ગામ બહાર મુનિ પાસ ગયો.
Jain Education International
For Personal & Pate Use Only