________________
Jain Education International
જો જે કરમાય ના...34
અન્યથા કુંવારી રહીશ.'' દેવોએ ૧૨.૫ લાખ સોનૈયાની વૃષ્ટિ કરી. પુત્રી શ્રીમતી અને તે ધન લઈ તેના પિતા પોતાના ગામમાં ગયા. મુનિ અન્યત્ર વિહાર કરી ગયા.
ક્રમશઃ કન્યા મોટી થઈ, ત્યારે તેના પિતા વર શોધવા લાગ્યા. ત્યારે તેણી એ પોતાનો દૃઢ નિશ્ચય બતાવ્યો કે મુનિ સિવાય કોઈની સાથે તે લગ્ન નહિ કરે. તેથી ગામમાં આવતાં મુનિઓને ગોચરી વહોરાવવા પિતાએ તેણીને કહ્યું. ૧૨ વર્ષ પછી તે જ મુનિ આવ્યા. પદચિહ્નથી મુનિને તેણીએ ઓળખી લીધા. શ્રીમતીએ તેના પગ પકડી લીધા. શ્રેષ્ઠી અને રાજાએ તેના ઉપર ઘણું દબાણ કર્યું. દેવવાણીને યાદ કરીને તેણીની સાથે લગ્ન કરવા આર્દ્ર મુનિએ સ્વીકૃતિ આપી. લગ્ન થયા. પણ તેનું દિલ ઉદાસ રહેતું હતું. ચારિત્રને ઝંખતું હતું. તેને પુત્ર થયો. ગૃહસ્થ પણા ના ૧૨ વર્ષ પછી એક દિવસ પ્રબળ પુરુષાર્થ કરી તેણે દીક્ષા લેવાનો સંકલ્પ દૃઢતાપૂર્વક તેણીને જણાવ્યો. શ્રીમતી ઉદાસ બનીને રેંટિયો કાંતવા લાગી. છોકરો રમીને ઘરે આવ્યો અને પૂછ્યું કે, “માઁ, તું રેંટિયો કેમ કાંતે છે?'' માતા શ્રીમતીએ કહ્યું કે, “તારા પિતાશ્રી દીક્ષા લેવાના છે.’' બાળકે સુતરના ધાગાથી પિતાશ્રીના બે પગને ૧૨ આંટા મારી દીધા અને તોતડી ભાષામાં કહ્યું કે, “હવે કેવી રીતે દીક્ષા લેવા જશો? મેં તો તમને બાંધી દીધા છે.’’ આર્દ્રમુનિનું હૃદય બાળવચનથી પીગળી ગયું. તેણે આંટા ગણ્યા, તો બાર થયા. તેથી બીજા ૧૨ વર્ષ ગૃહસ્થ અવસ્થામાં રહ્યા.
પુત્ર થવાથી ફરીથી ચારિત્ર લઈને આર્દ્રકુમાર મુનિ બન્યા. બીજી બાજુ ૫૦૦ સુભટો જે આર્દ્રકુમારને ગોતવા આર્યદેશમાં આવ્યા હતા, તે રાજાના ભયથી પાછા અનાર્યદેશમાં ન ગયા. અહીં જ ચોરી વગેરે કરવા લાગ્યા. એક દિવસ તેઓ આર્દ્રમુનિને વિહારમાં ભેગા થયા. મુનિએ તેમને ઉપદેશ આપી દીક્ષા આપી. ત્યાર બાદ મગધદેશમાં ૫૦૦ મુનિઓ સાથે પધાર્યા. ઉત્કૃષ્ટ સાધના કરી આર્દ્રમુનિ મોક્ષમાં ગયા. આલોચના ન લીધી, તેથી અનાર્થ દેશમાં જન્મ અને દીક્ષા લીધા પછી ૨૪ વર્ષ ગૃહસ્થવાસમાં રહેવું પડ્યું. માટે આપણે શુદ્ધ આલોચના લઇ લેવી જોઇએ.
For Perscial & Private Use Only
*www.jainelibrary.org