________________
જો જે રમાય ના...30
મરીચિ અને અહંકાર તથા ઉસૂત્ર...
આ સાંભળીને ભરત ચક્રવર્તી મરીચિને વંદન કરવા ગયા. વંદન કરીને કહ્યું કે, “મેં તમારા વેશને વંદન નથી કર્યો, પરંતુ તમે ભરતક્ષેત્રમાં પ્રથમ વાસુદેવ અને મહાવિદેહમાં ચક્રવર્તી થઈ ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થકર થશો. તેથી વંદન કર્યા છે.” વંદન કરીને ભરત ચક્રવર્તી તો ચાલ્યા ગયા. પરંતુ મરીચિને મનમાં અહંકાર ઊભો થયો. અહો ! અમારું કુળ કેટલું ઉત્તમ! પ્રથમ તીર્થંકર અમારા કુળમાં ઋષભદેવ થયા! પ્રથમ ચક્રવર્તી પણ અમારા જ કુળમાં મારા પિતાશ્રી ભરત થયા અને પ્રથમ વાસુદેવ પણ હું જ થવાનો છું. અહો! અમારે કળ કેટલું ઉત્તમ ! એમ મનમાં કળનો અહંકાર લાવી નાચવા લાગ્યા. તેથી તેમ કર્મ બાંધ્યું. તેની આલોચના લીધી નહિ. તેથી તે નીચગોત્રની સ્થિતિ લગભગ એક કોડાકોડી સાગરોપમાં સુધી, એટલે કે ભગવાન મહાવીરના છેલ્લા ભવ સુધી ચાલી.
ત્યારબાદ, એક વખત જ્યારે કપિલ રાજકુમાર દીક્ષા લેવા તૈયાર થયો, ત્યારે મરીચિએ કહ્યુ કે, “આદિનાથ પ્રભુ પાસે દીક્ષા લ્યો.” તે વખતે કપિલે કહ્યું કે, “શું ત્યાં જ ધર્મ છે ? તમારી પાસે ધર્મ નથી.” ત્યારે મરીચિએ વિચાર કર્યો કે આ મારા યોગ્ય જ શિષ્ય મળ્યો છે અને બીમારી આદિમાં એક શિષ્યની જરૂર પણ છે. તેથી તે અસત્ય વચન બોલ્યો કે, “અરે કપિલ ! ધર્મ ત્યાં પણ છે અને અહીં પણ છે.” આ અસત્ય વચન ઉસૂત્ર હતું. કારણ કે ત્રિદંડીપણામાં ધર્મ નહોતો. તે શિષ્ય બની ગયો. આ અસત્ય વચન (ઉસૂત્ર)ની મરીચિએ આલોચના ન કરી, તો તીર્થંકરના આત્માનો પણ એક કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધી ગયો. જનદર્શને કોઈના ય પાપનો બચાવ કર્યો નથી. બધાની જીવનકિતાબ ખુલ્લી મૂકી દીધી છે. આ વાંચ્યા પછી, ગૃહસ્થણામાં પણ ધર્મ છે અને સાધુપણામાં પણ ધર્મ છે, એવું બોલાઇ જાય એની ખાસ સાવધાની રાખવી, અન્યથા સંસાર વધી જશે.
Jan Education International
For Personal & Private Use Only
w
ine bar og