________________
95...જો જે કમાય ના
ભાઈબહેન પતિપત્ની બનીને કાળ પસાર કરવા લાગ્યા. એટલામાં તો દેવે (માતાના જીવે) પોતાના અવધિજ્ઞાનથી જોયું અને મનમાં વિચાર કર્યો કે “મારા પૂર્વભવમાં આ બન્ને પુત્ર-પુત્રી હતા. હવે આ રીતે અનૈતિક વૈષયિક પાપથી નરકમાં જશે.” તેથી તેમને ઠેકાણે લાવવા પુષ્પચૂલાને રાત્રિમાં નરકનું સ્વપ્ન બતાવ્યું. તેનાથી ભયભીત બનેલી પુષ્પચૂલાએ સવારમાં રાજાને કહ્યું. રાજાએ નરકનું સ્વરૂપ જાણવા અન્ય દર્શનના અનેક યોગીઓને બોલાવ્યા એમણે કહ્યું કે “હે રાજન્ ! શોક, વિયોગ, રોગ * આદિ પરવશતા જ નરકના
પુષ્પચૂલા સ્વપ્નમાં નરકનું દશ્ય જુએ છે. દુઃખ છે.” પુષ્પચૂલાએ કહ્યું કે “રાજન્ મેં જે નરકનું સ્વપ્ન જોયું છે, એ તો આવા દુઃખો કરતાં ઘણું ભિન્ન છે. તેવા દુઃખનો તો એક મામૂલી અંશ પણ અહીં જોવા મળતો નથી. ત્યાર પછી અર્ણિકાપુત્ર જૈનાચાર્યને પૂછ્યું. તેમણે યથાવસ્થિત જેવા દુઃખો રાણીએ સ્વપ્નમાં જોયા હતા તેવા જ સાતેય નરકના ભયંકર દુઃખોનું વર્ણન કર્યું.
==ોOિ ||
|
||
|
||
||
||E
Jain Education International
e
dise ohly