________________
રહ્યા છે. પોતાની ફેવર માટે તૈયાર કરી રહ્યા છે ને વિશ્વાસમાં આગળ વધી રહ્યા છે. તારીખ આવી. બધા કોર્ટમાં પહોંચ્યા. સામેવાળાના વકીલે રામભાઈનો સાક્ષી તરીકે પરિચય કરાવ્યો. સાક્ષીના પાંજરામાં ગોઠવાયા. ધર્મગ્રંથપર પ્રસન્નવદને સોગંદ. દીકરાઓ ખુશ છે. પિતરાઈઓ સામે જોઈને વિચારે છે. ‘તમારા કાકા છે, પણ અમારા તો પિતાજી છે. હવે પાંચલાખ હાથવેંતમાં છે.’ ભત્રીજાઓ ચિંતામાં છે. ક્યાંક કાકાનો પુત્રમોહ જીતી ન જાય. સામેના વકીલે પૂછ્યું : વહેંચણી વખતે આ વાડીના ભાગ નહોતા પાડ્યા ?
‘ના, નહોતા પાડ્યા.’
‘તમારો ભાગ છે એ વાત સાચી ?' રામભાઈ વિચારમાં પડી ગયા. ‘કેમ, કહેતા નથી ?”
‘વિચારીને કહું ને ? આ કાંઈ નાની સૂની વાત નથી. વળી અમારું જ લોહી ઝગડે છે.’
‘તમે સાચું બોલો એટલે ઝગડો પૂરો. કારણકે તમે કહેશો એ બન્નેને માન્ય છે.’
‘અમારો કોઈ ભાગ નથી. ને એ માગવાનો અમારો અધિકાર પણ નથી.’ બેય દીકરાઓને તો જાણે કે માથે આભ પડ્યું. ધગધગતી આંખે જોઈને બોલ્યાઃ ‘બાપુ ! કાંઠે આવેલું અમારું વહાણ તમે ડૂબાડ્યું.’
‘વહાણ તો તમે ડૂબાડવાના હતા, બેટા ! આપણી સાત પેઢીની ખાનદાની માત્ર પાંચલાખમાં વેંચવા તૈયાર થઈ ગયેલા. પણ એ એમ થોડી વેંચી શકાય ? આખા મલકને આપણા ખોરડા પર વિશ્વાસ છે ને એ વિશ્વાસ અકબંધ રહેશે.’ આ ખરું હાયફાય જીવન છે, કારણકે જીવન જીવનું હોય છે, બંગલાનું કે ફર્નીચરનું નહીં, ને જીવની (આત્માની) ભવ્યતા આ જ છે. આ સચ્ચારિત્ર છે ને એ ધન કરતાં લાખોગણું મહામૂલું છે જ.
આમ વિશ્વમાં સદાચાર - સદ્ગુણથી વધીને કોઈ ચીજ નથી, પ્રાણ સુદ્ધાં નહીં, માટે જ મહાસતીઓ શીલનું જોખમ ઊભું થઈ જાય તો પ્રાણ છોડી દેવામાં પણ કોઈ હિચકિચાટ અનુભવતી નથી. આ રીતે શીલરક્ષામાટે પ્રાણની આહૂતિ આપી દેનારના આત્માને નુકશાન નહીં, પણ અપરંપાર લાભ જ લાભ થતો હોય છે. કારણકે કુદરત પ્રાણના ભોગે પણ થયેલા શીલપાલનની બહુ જ ઊંચી કદર કરે છે. જે ભૌતિકસમૃદ્ધિ સાથેના જે ક્વોલિટીના પ્રાણોને એ વ્યક્તિ છોડે છે એના કરતાં લાખોગણી અધિક સમૃદ્ધિ સાથેના લાખો દરજ્જે
Jain Education International
૭૨
For Personal & Private Use Only
જેલર www.jainelibrary.org