________________
દિવસ મકાનમાં જ વિવિધ રાગોની રિયાઝ ચાલુ જ હોય જેનો અવાજ શેઠના ઘરમાં પણ સતત ગુંજ્યા કરે. વળી એમાં તો માદક ગીતો ને માદક સંગીત પણ આવે. શેઠ ચોંકી ગયા. યુવાન વહુઓના ને યુવાન દીકરીઓના કાને આ અવાજ પડ્યા કરે તો એમના મનમાં વાસના-વિકારના કેવા તોફાનો પેદા થઈ શકે ? બધાના શીલ - સદાચાર - સદ્વિચારની રક્ષા કરવી જ જોઈએ.
તપાસ કરાવી. આ તો રાજાએ જ ગોઠવ્યા છે ને તેથી એમને હટાવવા સહેલા નથી, કાંઈ નહીં. જે કિંમત ચૂકવવી પડે એ ચૂકવીશું, પણ સદાચાર મહત્ત્વનો છે. શેઠે ખજાનામાંથી બહુમૂલ્ય દુર્લભ રત્નો કાઢ્યા. થાળ ભર્યો. રાજસભામાં ભેંટણું લઈને પહોંચ્યા. રત્નોનો ચળકાટ જોઈને જ રાજાની આંખો પહોળી થઈ ગઈ. “શેઠજી! શું ઇચ્છા છે ?'
રાજનું! બીજું તો કાંઈ નહીં, પણ ઘરમાં એક મંદિર કરવું છે, આપની સંમતિ - આશીર્વાદ જોઈએ.”
શેઠજી! આ તો ધર્મનું કામ, એમાં સંમતિની શી જરૂર?”
પણ રાજનું! ભગવાનું આવે એટલે ભક્તિ ને ઢોલનગારાં ય આવે. કોઈને ગમે, કોઈને ના પણ ગમે. પાછળથી કોઈ ફરિયાદ કરે ને મંદિરમાટે પ્રશ્ન ઊભો થાય એના કરતાં પહેલેથી આપની સંમતિ હોય તો પછી કોઈ ચિંતા નહીં.'
“શેઠજી! બનાવો મંદિર ને કરો ભક્તિ. મારી એકદમ રાજીખુશી છે.”
ખૂબ ખૂબ આભાર, રાજન્ !” ન બની ગયું મંદિર. પધાર્યા ભગવાનું. ચાલુ થઈ ગઈ ભક્તિ... શેઠે ઢોલનગારાવાળાને બોલાવ્યા. આખો દિવસ જોર જોરથી વગાડ્યા કરો. પછી તો પૂછવું જ શું? આખો દિવસ ઢમ્ ઢ.... સંગીતકારોને ભયંકર વિક્ષેપ, રિયાઝ કઈ રીતે કરવી ? રાજા પાસે ફરિયાદ.. “શેઠજીને તો સંમતિ આપેલી છે, ના નહીં પાડી શકાય. એમ કરો મંત્રીશ્વર ! સંગીતકારોનો મુકામ બદલી નાખો.” બદલાઈ ગયો ને શેઠજીને હાશકારો થયો. “હાશ ! સદાચારનું જોખમ ટળી ગયું.' - પણ, આજે બહુ જ વિષમકાળ આવ્યો છે. બિલકુલ વિપરીતક્રમ થઈ
ગયો હોય એવું લાગે. હાય-હાય જીવનશૈલી અપનાવવી છે. પણ એ માટે પુરુષની કમાણી ઓછી પડે છે. એટલે પરિવારનો મહિલાવર્ગ પણ કમાવાની લ્હાયમાં પોતાના શીલસદાચારનો જુગાર ખેલે છે. નોકરીના સ્થાને બોસ વગેરે
| જેલર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainenbrary.org