SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ માટે પ્રચંડ પુરુષાર્થ કરાવ્યો. તો ચંડકૌશિક પાછો માર્ગે આવી ગયો. પણ પ્રભુવીર જો ન મળ્યા હોત તો એ જીવની શી ભવપરંપરા હોત? પ્રભુ મહાવીરનો જીવ ત્રીજા ભવે બન્યો છે મરીચિ. પ્રથમ તીર્થકર અને પોતાના પિતામહ શ્રી ઋષભદેવ પ્રભુ પાસે સંયમજીવનનો ભારે વૈરાગ્ય સાથે સ્વીકાર કર્યો. સુંદર પાલનદ્વારા આત્માને મહાનું બનાવ્યો. પણ પાછળથી શરીરની સુખશીલતા નડી. નિર્મળસાધનારૂપ સચ્ચારિત્ર ગુમાવ્યું ને શિથિલતાને પોષનારું ત્રિદંડિકપણું સ્વીકાર્યું. તે ઠેઠ સોળમા ભવે ફરીથી સચ્ચારિત્ર મળ્યું. આવા તો ઢગલાબંધ દષ્ટાંતો છે. સદાચાર-સગુણોને એકવાર ગુમાવી દીધા પછી જનમ-જનમ વીતી જાય તો પણ એની પ્રાપ્તિ ખૂબ જ દુષ્કર હોય છે. વળી સચ્ચારિત્રને કેળવનારો પૂર્વના એવા કોઈ તીવપાપના ઉદયે કદાચ એ ભવમાં આરોગ્ય કે શ્રીમંતાઈ ન પામે, તો પણ પછીના ભવથી એ ઉત્તરોત્તર વધુ ને વધુ સારા પામતો જ જાય છે. ગુણસેન આનું સચોટ ઉદાહરણ છે. જુઓ એની ભવપરંપરામાં વચ્ચે વચ્ચે થયેલા દેવલોકના ભાવોમાં ક્રમશઃ ૧,૫, ૯, ૧૫, ૧૮, ૨૦,૩૦ અને ૩૩ સાગરોપમના આયુષ્ય છે જે એની ઉત્તરોત્તર : પ્રગતિને સૂચવે છે. વળી આ દેવલોકના ભવોના આંતરે આંતરે થયેલા મનુષ્યભવોમાં પણ એ બાહ્ય અને આત્યંતર બન્ને સમૃદ્ધિઓમાં ઉત્તરોત્તર વધતો જાય છે. એટલે કે અનિશર્માજીવનો દરેક ભવમાં દંભીવ્યવહાર, વિશ્વાસઘાત ને મોત સુધીની હેરાનગતિઓ છતાં ગુણસેનના જીવે સરળતા - મૈત્રીભાવ - ક્ષમા વગેરે ગુણોને અને તદનુરૂપ સદાચારને છોડ્યા નહીં, પોતાનું સચ્ચારિત્ર જાળવી જ રાખ્યું. તો ઉત્તરોત્તર વધુ ઉત્તમ કક્ષાનું સચ્ચારિત્ર, ભવ્ય - ભવ્યતર સમૃદ્ધિઓ એ પામતો જ ગયો છે. આમ ધન વગેરેના ભોગે પણ સચ્ચારિત્રને જાળવી રાખનારો પરિણામે વધારે સારા ધનવગેરે પણ પામે જ છે. આ વાતો પરથી નિશ્ચિત થાય છે કે ધન કરતાં આરોગ્ય મહત્ત્વનું છે અને આરોગ્ય કરતાં સચ્ચારિત્ર મહત્ત્વનું છે. ને તેથી જેનો પણ ભોગ આપવો પડે આપીએ, સચ્ચારિત્ર જાળવી જ રાખવું જોઈએ. રાજસભામાં બહારથી સંગીતકારો આવ્યા. રાજાને સંગીત અત્યંત ગમી ગયું. અહીં જ રહો ને અવસરે અવસરે મને સંગીત પીરસતા રહો. રહી ગયા, એમને રહેવાની વ્યવસ્થા એક બહોળા પરિવાર સાથે રહેતા શેઠના મકાનની બાજુના જ મકાનમાં થઈ. રાજસભામાં તો અમુક વખત હોય, બાકી આખો ૬૮ [ જેલર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy