________________
ગડમથલમાં. અંતઃકરણ કહે છે કે આ હત્યારો નથી, ને કોર્ટની કારવાહી કહે છે કે આ જ હત્યારો છે, સજાપાત્ર છે. છેવટે, આજકાલ કોર્ટમાં ન્યાય નથી તોલાતો, કાનુન તોલાય છે. ને કાનુની પ્રક્રિયા પ્રમાણે આ આરોપીને સજા ફરમાવવી પડે એવું હતું. નિર્દોષને ફાંસી ક્યાં આપવી ? એટલે પોતાના અંતઃકરણને પણ કંઈક આશ્વાસન મળે એ વિચારથી આરોપીને ફાંસીના બદલે જન્મટીપ સજા સુણાવી.
આરોપી હત્યારો હતો જ નહીં. એટલે એ જન્મટીપ પણ શાની સ્વીકારે? એણે હાઈકોર્ટમાં અપીલ કરી. પણ આશ્રય. ત્યાં ચાલેલી કારવાહીથી હાઈકોર્ટના જજને થયું : આને જન્મટીપ શાની ? આને તો ફાંસી જ હોય. અને ફાંસી ઘોષિત થઈ. છેલ્લી (સુપ્રિમ કે પ્રિવીકાઉન્સીલ) કોર્ટમાં પણ ફાંસીને બહાલી મળી અને ફાંસીની તારીખ પણ નિશિચત થઈ ગઈ. પેલા બ્રાહ્મણ ન્યાયાધીશને આ જાણીને ખૂબ જ ગડમથલ થઈ. ‘ઈશ્વરના રાજમાં દેર છે, અંધેર નહીં.’ આવી જડબેસલાક શ્રદ્ધાના પાયા હચમચવા લાગ્યા. છેવટે ફાંસીના આગળા દિવસે જેલમાં એ આરોપીની જ મુલાકાત લીધી. ‘જો ભાઈ ! તારી કાલની ફાંસી નિશ્ચિત છે. તારા કેસ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. વળી હું તારી પાસે અત્યારે કોર્ટના જજ તરીકે નહીં, પણ એક જિજ્ઞાસું તરીકે આવેલો છું. એટલે આપણે જે કાંઈ વાતો કરીશું એનું કોર્ટની-કેસની દૃષ્ટિએ કશું જ મૂલ્ય નથી એ નિઃશંક જાણજે. તું પણ આ વાતમાં સંમત હોય અને તેથી જે સત્ય હકીકત હોય તે જણાવવા તૈયાર હોય તો હું કંઈક પૂછવા માગું છું, કારણકે મારા મનમાં ઘણી મૂંઝવણ પેદા થયેલી છે.'
‘હું તમારી વાતમાં સંમત છું. અને આમે કાલે હવે મારે મરવાનું જ છે, તો અંતિમ ઘડીઓમાં હું જૂઠ નહીં જ બોલું એની ખાતરી રાખજો. ને એટલે હવે જે પૂછવું હોય તે પૂછો.’ આમ કેદીએ કહ્યું એટલે જજે ‘પોતાની નજર સામે આ હત્યા થઈ છે.’ વગેરે બધી વાત કરી. ‘આ હત્યા કેસમાં તું હત્યારો નથી એવું મારી આંખો કહે છે એ સાચું છે ?’
‘હા નામદાર ! એ બિલકુલ સાચું છે. હું આ કેસમાં બિલકુલ નિર્દોષ છું.’ ‘તો પછી કોર્ટ કારવાહીદ્વારા તું દોષિત કેમ ઠર્યો ? તારા ખુદના કેટલાક શબ્દો એવા કેમ નીકળ્યા જે તને ખૂની ઠેરવે ? મેં કંઈક સહાનુભૂતિથી કરેલી જન્મટીપ ફાંસીમાં કેમ ફેરવાઈ ગઈ ? આ અંગે તું કંઈક કહી શકે ?’ આંખમાં ઝલઝલિયાં સાથે કેદીએ કહ્યું : નામદાર ! હવે જિંદગીની અંતિમ
Jain Education International
૫૮
For Personal & Private Use Only
જલર www.jamnary.org