________________
કરી રહ્યા છીએ એનું શુભ કે અશુભ ફળ તો પ્રાયઃ આવતા જન્મોમાં મળશે. એટલે આ જનમમાં પાપ નથી કરતા, કોઈનું બૂરું નથી કરતા.. ધન્યવાદ. આવતાભાવે સજા નહીં થાય.. પણ પૂર્વજન્મમાં અપરાધ કર્યા હોય તો એની સજા તો અહીં થાય ને ? પ્રભુ મહાવીરદેવે પણ એ ચરમભવમાં કયું પાપ કર્યું હતું ? કોનું બૂરું કર્યું હતું ? અરે ! ઉપરથી ભયંકર ઉપસર્ગ કરનારની પણ કરુણા ચિંતવી હતી. ને છતાં કેટલા ઉપસર્ગો વેઠવા પડ્યા ? શા માટે ?
એ તો પ્રભુના કર્મો ભારે હતા.' પ્રભુનાં કર્મો ભારે હતા. ને આપણે તો લધુકર્મી?”
કોઈ જ જાતની દલીલ વિના ચૂં કે ચા કર્યા વિના ખૂબ જ શાંતિથી સજા ભોગવતો અને બીજી રીતે પણ ખૂબ જ સૌજન્યપૂર્ણ વ્યવહાર કરતો કેદી જેલરને કહે કે આ જેલમાં આવ્યા પછી મેં શું ગુનો કર્યો છે જેની તમે મને આટલી આટલી સજા કરો છો. તો જેલર શું કહે ? એ જ ને કે જેલમાં આવ્યા પછી શાંતિ રાખે છે, ધન્યવાદ... પણ અહીં આવતા પૂર્વે તું જે કરી આવ્યો છે, એની તને સજા થઈ રહી છે.
આ વાત આપણા અહીંના દુઃખો માટે પણ સમાન નથી ? પ્રભુ મહાવીર માટે જે સમાધાન કરીએ છીએ કે પૂર્વજન્મના કર્મોની સજા હતી. એ આપણે આપણા માટે ન વિચારવું જોઈએ ? પછી ફરિયાદ શાની ? આ તો ભૂલવું ન જ જોઈએ કે સજા અપરાધની જ હોય છે. વર્તમાનના નહીં તો પૂર્વના. ઘણાં વર્ષો પૂર્વે મેં એક સત્ય ઘટના કોઈક મેગેઝીનમાં વાંચેલી. જેવી યાદ છે એવી જણાવું.
ભારતમાં અંગ્રેજોના શાસનકાળની વાત છે. એક ન્યાયાધીશ ચુસ્ત બ્રાહ્મણ હતા. રોજ વહેલી સવારે ખુલ્લામાં મળશુદ્ધિ અર્થે એલીસબ્રીજ પાસે સાબરમતી નદીના ખુલ્લા પટમાં જતા. રોજિંદા ક્રમમુજબ પોતે નદીએ ગયેલા. એ જ વખતે બ્રીજ પર એક આદમીની હત્યા થઈ. રોડલાઈટમાં હત્યારાને પણ પોતે બરાબર જોયો. યોગાનુયોગ આ હત્યાકેસ પોતાની જ કોર્ટમાં આવ્યો. પણ પોલીસે જેને આરોપીના પિંજરામાં ઊભો કરેલો એ કોઈ અન્ય જ આદમી હતો. એને જોતાં જ જજના મનમાં વિચાર આવી ગયેલો કે “આ નિર્દોષ છૂટી જશે, કારણકે હત્યારો તો બીજો જ છે.'
પણ આશ્ચર્ય. પોલીસે રજુ કરેલા પુરાવાઓ, સાક્ષીઓની જુબાનીઓ અને ઉલટતપાસ દરમ્યાન ખુદ આરોપીના મુખમાંથી નીકળેલા શબ્દો.. બધું જ આ આરોપી જ હત્યારો છે” એવા નિર્ણય તરફ દોરી જનાર હતું. જજ ભારે
પ૭
Jain Education International
For Personal & Private Use Only
જેલર eselary.org
W