________________
છે. અનેક ખુલાસા, જાતજાતની સમજાવટ, છેવટે સામા કેટલાક કડક-કર્કશ પ્રતિકાર. આવું બધું કરવા છતાં ત્રાસ આપનાર વ્યક્તિ અટકતી તો નથી, ઉપરથી ત્રાસ વધાર્યો જાય છે. માનસિક રીતે પણ સતત કનડ્યા કરે છે, તો પછી હવે તો જાતને આ ત્રાસ સહી લેવા માટે તૈયાર કરી જ દેવી જોઈએ. ત્રાસ વેઠવાનો જ છે તો સમતાપૂર્વક શા માટે ન વેઠવો ? જેથી ભવિષ્યમાં તો એનો અંત આવી જાય. આવા અવસરે સમતા ખૂબ જ મુશ્કેલ છે એ વાત જરૂર સાચી છે, છતાં સમતા અશક્ય તો નથી જ. અને મુશ્કેલ છે. અતિમુશ્કેલ છે, માટે જ કુદરત ભવિષ્યમાં એના ભવ્ય ઈનામો આપે છે.
અતિકઠિન એવી પણ સમતાને જાળવી રાખવામાં સફળતા મળે એ માટે આવું પણ જરૂર વિચારી શકાય કે “જીવડા ! આવી પરિસ્થિતિમાં સમતા જાળવવી એ જ તારા માટે મુખ્ય સાધના છે. માસક્ષમણની ઘોર તપશ્ચર્યા કરનાર તપસ્વી જે કર્મનિર્જરા અને આત્મહિત સાધે એના કરતાં કૅકગણી અધિક નિર્જરા તું આ સમતા જાળવવા દ્વારા સાધી શકે છે. કરોડોના દાન દેનાર દાતા જે પુણ્ય ઉપાર્જન કરે છે એના કરતાં પણ અઢળક પુણ્ય હે જીવ! તું આ સમતા દ્વારા કમાઈ શકે છે. વળી, સમતા ન રાખે તો પણ ત્રાસ તો કાંઈ ઓછો થવાનો નથી. એ તો એવો ને એવો અકબંધ વેઠવાનો જ છે. તો પછી સમતા શામાટે ન રાખવી?
વળી આવા વિચારો પણ આર્તધ્યાન સંક્લેશથી જીવને બચાવી શકે કે “હે આત્મન્ ! રડવાથી, હાયવોય કર્યા કરવાથી, જેને તેને ફરિયાદ કર્યા કરવાથી, દુઃખ આપનારનું ભૂડું ચિંતવ્યા કરવાથી, બદલો લેવાની ઈચ્છા કર્યા કરવાથી કે વેરની ગાંઠ બાંધવાથી દુઃખ કાંઈ ઓછું થવાનું નથી થતું નથી. ઉપરથી ભવિષ્યમાં પણ સુદીર્ઘકાળ સુધી આના કરતાં પણ અધિક દુઃખ વેઠવાનું ઊભું થવાનું છે, કારણકે આમાં કર્મસત્તાની કોર્ટે કરેલી સજા સામે ફરિયાદ છે. ગર્ભિત રીતે સજાને અયોગ્ય માનવાનો અભિપ્રાય છે જેને કર્મસત્તા ક્યારેય માફ કરતી નથી. તે પણ એટલા માટે કે અનંતાનંત કાળ વીતી ગયો ને વીતશે ગુનેગાર છૂટી જાય ને બિનગુનેગાર ફસાઈ જાય આવી ગફલત કર્મસત્તા ક્યારેય કરતી નથી. પોતાની આ સર્વથા ક્ષતિરહિત કરવાહી પર કર્મસત્તા અત્યંત મગરૂર છે. ને તેથી પોતાની કારવાહી પ્રત્યે કોઈ આંગળી ચીંધે તો કર્મસત્તા અને સાંખી શકતી નથી. જાણે કે છંછેડાઈ જાય છે. ને તેથી જાણે કે “તું તારા અપરાધને જાણે નહીં ને તેથી મેં કરેલી સજાને મારી ભૂલ ઠેરવે છે ?” એમ કહીને જીવ પર
[ જેલર |
જેલર.
Jain Education International
For Personal & Private Use Only
Www.jatembrary.org