SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધા દષ્ટાન્તોમાં સ્પષ્ટ છે કે ઉત્પીડકજીવો કાંઈ પીડિત જીવના શત્રુ નથી. વૈરભાવનાથી તે તે પ્રવૃત્તિ કરી છે એવું નથી. માત્ર તત્પણ ઇચ્છા થઈ આવી, તે તે પ્રવૃત્તિ કરી નાખી. પણ પરિણામે પીડિતની પીડાનો કોઈ પાર ન રહ્યો. એટલે માનવું જોઈએ કે પીડિતજીવને તેવી તેવી ઘોર સજા કરવા જ કર્મસત્તાએ એવી એવી ઈચ્છા ઉત્પીડકજીવને જગાડી હતી. વળી કર્મસત્તા તો જેમ કોઈક જીવને તત્કાલીન ઇચ્છા જગાડે છે તો અન્ય પીડિતજીવની બાબતમાં એના ઉત્પીડકજીવને દીર્ઘકાલીન એવી ઇચ્છા પણ જગાડી શકે છે જેથી એ દીર્ઘકાળ સુધી પીડિતને પીડતો રહે કેદીને દસ વરસની સખત કેદની સજા હોય તો એને દસ વરસ સુધી સખત મજુરી કરાવવાની જેલરની ઇચ્છા જોવા મળે જ. પણ એ ઇચ્છા આટલો લાંબો કાળ ચાલવા પાછળ કોર્ટનો ઑર્ડર જ મુખ્ય પરિબળ છે ને ! એટલે ‘કર્મસત્તાની પ્રેરણાથી-હુકમથી જ કોઈપણ જીવ એવી સ્વેચ્છાપૂર્વક કે એ વગર, કર્મસત્તાએ ફરમાવેલી સજાનો અમલ કરે છે એમ નિશ્ચિત થાય જ છે અને એટલે જ એ નક્કી થાય છે કે પીડા આપનારો જીવ માત્ર જેલર છે. એથી વધુ કશું નહીં. અર્થાત્ જીવ વધુમાં વધુ કેલર બની શકે છે, પણ બીજાજીવને સ્વંતત્ર રીતે (કર્મસત્તાના હુકમ વગર) સજા ફટકારનાર જજ નહીં. અને તેથી જ એ પોતાની ઈચ્છાથી સજામાં અંશમાત્ર પણ વધારો કે ફેરફાર કરી શકતો નથી. પ્રશ્ન : વાત તો બધી બરાબર. પણ સહન કરવાની પણ કોઈક હદ હોય ને ! દુઃખ લંબાયા જ કરે, લંબાયા જ કરે, ક્યાંય છેડો જ જોવા ન મળતો હોય તો પછી સહનશીલતા શી રીતે રહે ? પ્રતિપ્રશ્ન : ચાલો, દુઃખ કેટલું જોઈએ ? પ્રતિ ઉત્તર : જોઈતું જ નથી, સુખ જ જોઈએ. આ બહુ સારું. એક છોકરાએ રંગ ભરવાની પિચકારીમાં ગંદું, કાળું મેશ ભયંકર દુર્ગધ મારતું પાણી ભર્યું. પછી ખુલ્લા આકાશમાં ઉપરની તરફ જોરથી ઉછાળ્યું. ને ત્યારબાદ એ પરમાત્માને પ્રાર્થના કરે છે કે “પ્રભુ ! મારા મસ્તક - ઉંદર એકે કીધો ઉદ્યમ, કરંડીયો કરકોલે, માંહે ઘણા દિવસનો ભૂખ્યો નાગ રહ્યો દુ:ખ ડોલે રે.... (૭) વિવર કરી મૂષક તસ મુખમાં દિયે આપણો દેહ, માર્ગ લહી વન નાગ પધાર્યા કર્મમર્મજુઓ એહ..ચે. (૮) (શ્રી વિનય વિજયજીકૃત શ્રી વીરપ્રભુનું પાંચસમવાયકારણનું સ્તવન ઢાળ ચોથી) / જેલર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy