SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠાનપુરનગરના રાજવી અરિજય અત્યંત પ્રજાવત્સલ ને ઉદાર છે. દર છ મહિને સવારીએ નીકળે છે ને દુઃખીઓના દુઃખ દૂર કરે છે. ભૂખ્યાને ભોજન, નિર્ધનને ધન, બેકારને નોકરી આપે છે. અને નોકરીમાં પગાર બત્રીસ રૂપિયા જેવો માતબર આપે છે. એમનો જમાઈ જિતશત્રુ તો ૬૪ રૂપિયા પગાર આપે છે. બહુ જ મોટી આશા સાથે પહોંચ્યો અને પૃચ્છા કરી તો જાણવા મળ્યું કે જમાઈ જિતશત્રુની સવારી આગળા દિવસે જ નીકળી ગયેલી. બધા દુઃખિયાઓના દુઃખ એણે દૂર કરી દીધેલા. પણ હવે તો ૬ મહિના રાહ જો. ભીમસેનને જાણે કે વજાઘાત થયો. કરુણાર્ક અને સૌજન્યશીલ ધનસાર શ્રેષ્ઠીએ આશરો આપ્યો. ૬ મહિના નીકળી ગયા. રાજા અરિજયને મળ્યો. રાજાના પૂછવા પર પોતાની બધી વાત કરી. એ વાતમાં રહેલી સચ્ચાઈ ભલભલાને પીગળાવી દેવા સમર્થ હતી. તો આ તો પરદુઃખભંજન, કરુણાવત્સલ અને પરોપકારને જ સાર માનનાર રાજવી છે. એ ભીમસેનના દુઃખ દૂર ન કરે એવી અંશમાત્ર શક્યતા નહોતી. પણ કર્મસત્તા... આવા રાજવીને પણ એવો વિચાર આપ્યો કે “આ તો ધૂર્ત માણસ લાગે છે. નહીંતર હરિણરાજા પણ પરોપકારી ઉદાર છે. આને અહીં શું કામ આવવું પડે ? આને કામ આપવામાં હું ક્યાંક ફસાઈ જઈશ.” ને એ ઉદાર રાજા ભીમસેન પ્રત્યે કૃપણ બની ગયો. મારે કોઈ માણસની જરૂર નથી' કહીને નનૈયો ભણી દીધો. હતપ્રભ : ભીમસેનને ધનસાર શ્રેષ્ઠીએ પાછો સંભાળી લીધો. ૬ મહિના વધુ રોકાઈ જા. જિતશત્રુ તો જરૂર તારું દળદર ફેડી નાખશે.” આશામાં ને આશામાં ૬ મહિના બીજા કાઢી નાખ્યા. પણ કર્મસત્તાએ જિતશત્રુને પણ ઉંધો વિચાર જ આપ્યો. રાજાએ જો હાથ ઝાલ્યો નથી. તો મારે પણ ચેતી જવા જેવું છે. જરૂર દાળમાં કંઈક કાળું હશે.” ને એ પણ ભીમસેનમાટે નિર્ભય બની ગયો. અત્યાર સુધી લાગણીશીલ અને દયાળુ રહેલા ધનસારશ્રેષ્ઠીના મનમાં પણ કર્મસત્તાએ શેતાનને જગાડ્યો. એણે ભીમસેનના શસ્ત્રો અને પગાર આપવાની ઘસીને ના પાડી દીધી ને “બદમાશ” કહીને કાઢી મૂક્યો. ભીમસેનની નિષ્ઠા-સદ્વર્તન-સેવા વગેરે કશું જ કર્મસત્તાએ ધનસારને યાદ આવવા ન દીધું. પછી મેળાપ થયો રત્નસાર શ્રેષ્ઠીનો. એ તો સહૃદય - ઉદાર શ્રાવક છે. ભીમસેનની આપત્કથાથી અત્યંત દ્રવેલો છે અને આવી વિષમ પરિસ્થિતિમાં - સીતારામાણી સતી કોણ શાણી પતિપ્રતિજ્ઞાથી સદા પ્રમાણી; કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી, વિનાશકાળે વિપરીત બુધ્ધિ. Jain Education International For Pershed Private Use Only www.jainelibrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy