SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આવી ગયો કે પૂરા વફાદાર - કુશલ અધિકારીઓ અને ખડતલ સૈનિકો મારા હાથની નીચે જોઈએ. એણે એવા એક હજાર આદમીઓને સ્વવતનમાંથી બોલાવી યથાસ્થાન ગોઠવી દીધા. અને મથુરાધીશ સમા તરીકે રહેવા લાગ્યો. સુઘટરાજાને આ સમાચાર મળવા પર એ ખૂબ અકળાયા. હવે આનો જીવ કઈ રીતે લેવો ? એણે યુક્તિ ગોઠવી કાઢી. અઘટકુમારને વિશાલા બોલાવ્યો. “રાજકુમાર વિક્રમસિંહ રણમોરચે લડી રહ્યો છે. તારે એની સહાયમાં જવાનું છે. માટે લશ્કરને તૈયાર કર.” અઘટકુમાર તો ખુશ થઈ ગયો. મનમાં કશી શંકા નથી. “રાજાજી ! ખૂબ ઉપકાર કર્યો આપે આ કામ સોંપીને. કાલે સવારે જ પ્રયાણ કરું છું.” ભલે તમે તૈયારી કરો. હું રાજકુમારપર પત્ર લખી દઉં છું.' રાજાએ કહ્યું. બીજા દિવસે સીલબંધ પત્ર લઈને અઘટકુમારે રસાલા સાથે પ્રયાણ કર્યું. આ પત્રમાં મને તાલપુટવિષ આપવાની વાત છે એનો અઘટને અણસાર સુધ્ધાં નથી. પ્રમાણમાં વધતાં વધતાં એક દિવસ સાંજે આ આખો રસાલો જંગલમાં પેલા યક્ષના મંદિર પાસે પહોંચ્યો ને ત્યાં જ પડાવ નાખ્યો. “પોતે બાલ્યવયમાં આ જ યક્ષની દાઢી સાથે રમત કરેલી અને આ યક્ષે જ દેવધરને સ્વપ્ન આવીને પોતાના ઉછેર માટે જણાવેલું.. આ બધું અઘટને કશું ખ્યાલમાં નથી. એ તો પનોતી પુણ્યાઈ દ્વારા કુદરતનો લેણદાર બનેલો છે. કુદરતે સતર્ક થવું જ પડે. એણે પેલા યક્ષના અવવિજ્ઞાનના ઉપયોગને ફરીથી આ જંગલસ્થિત મંદિર તરફ વાળ્યો. દેવે અઘટકુમારને અવધિજ્ઞાનથી જોયો ને ઓળખી ગયો. અવધિજ્ઞાનના બળે જ ચિઠ્ઠીની વાત જાણી. પોતાની દિવ્યશક્તિથી એ જ હસ્તાક્ષરમાં લખાણ બદલી નાખ્યું કે આ પત્ર લાવનારની સાથે રાજકુમારીને પરણાવી દેજો. . • અઘટ પહોંચ્યો. પત્ર રાજકુમાર વિક્રમસિંહને આપ્યો. વાંચ્યો. રાજાની સહી તથા મહોરછાપ હોવાથી શંકાને કોઈ સ્થાન ન રહ્યું. જોશીઓને મુહૂર્ત પૂછતાં નજદીકમાં જ શ્રેષ્ઠ જણાવ્યું. પિતાજીએ પણ ત્યાં મુહૂર્ત પૂછ્યું હશે ને શ્રેષ્ઠ મુહૂર્ત નજીક હોવાથી રાજકુમારીને ત્યાં બોલાવી લેવી અશક્ય સમજી અહીં જ ઘડિયાં લગ્ન લેવાની વાત છે, એમ રાજકુમારે કલ્પના કરી લીધી. ને અઘટકુમારના લગ્ન થઈ ગયા. આ સમાચાર જ્યારે સુઘટરાજાને મળ્યા ત્યારે એના પર તો જાણે કે વજાઘાત થયો. પણ હજુ એ બોધપાઠ લેવા તૈયાર નથી. અઘટને ખતમ કરવાનો નવો પાસો નાખવા તૈયાર થઈ ગયો. પછી ભલે એમાં ૩૧. [ જેલર |ary.org Jain Education International For Personal & Private Use Only
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy