________________
મોટા શેઠ બની ગયા છે. પેલો કાપેટિક આવ્યો. રાંકાશેઠે મુખને દીન - ઉદાસ કરીને એને કહ્યું : ભઈલા ! શું કરું ? અચાનક આગ લાગી ગઈ. આખી દુકાન બળીને સાફ. પછી કૂપી કઈ રીતે બચે ?
આ વાત પરથી ને શેઠની જાહોજલાલીમાં દેખાતા આસમાન - જમીનના ફેરફાર પરથી કાપેટિકને કાવાદાવાની ગંધ તો આવી જ ગઈ. પણ શું બોલે ? એને અચાનક યાદ આવ્યું કે જ્યારે એ કૂવામાંથી રસ ભરતો હતો ત્યારે કોઈક ગેબી અવાજ આવ્યો હતો કે ભર રાંકાના નામે.. એકવાર તો કૂપી ખાલી કરી. ફરીથી ભરવા માંડી ને ફરીથી અવાજ આવ્યો હતો : ભર રાંકાના નામે.
કાપેટિકે મન મનાવી લીધું. આ રસકૂપી મારા ભાગ્યની નહીં, રાંકાશેઠના ભાગ્યની જ હતી. ખેર ! જે થયું તે ખરું! અબજો રૂપિયાનું સોનું બનાવી આપે એટલો રસ ગુમાવ્યો હોવા છતાં કર્મસત્તાના નિર્ણયને માથે ચઢાવી લેનાર કેવા સ્વસ્થ રહી શકે છે. આવા નુકશાનને પણ કેટલા હળવાશથી લઈને ક્રોધ - દ્વેષબદલો લેવાની પ્રક્રિયા વગેરેથી બચી શકે છે ?
પુરોહિતે માએ જોયેલા સ્વપ્નો પરથી અને શરીરના લક્ષણો પરથી સ્પષ્ટ આગાહી કરી છે કે આ બાળક રાજા બનવાનો છે. વળી પોતે એને મારી નખાવવાનો પ્રયાસ કર્યો ને છતાં કુદરતે એને આબાદ બચાવી લીધો છે એટલું જ નહીં બગીચાને નવપલ્લવિત કરી એનો મહિમા વિસ્તાર્યો છે. બીજીવાર તો અત્યંત ક્રૂર અને નિર્દય જલ્લાદને સોંપ્યો હોવા છતાં પોતાના પ્રાણનો જુગાર ખેલીને પણ જલ્લાદે બાળકને ખતમ કરવાની પોતાની આજ્ઞા માની નથી.
સુઘટરાજા પણ આ બધું જ જાણે છે એના પરથી અઘટને રાજા બનાવવાના કુદરતના નિર્ણયને માથે ચઢાવી શકતા હતા. “હશે ! એનું નસીબ હશે તો ભલે એ રાજા થાય.” પણ “ધાર્યું તો ધણીનું (કુદરતનું) થાય” એ વાતને માથે ચઢાવવાની તૈયારી નહોતી. હું રાજા છું. સત્તાધીશ છું. જે મને ન ગમે એ ન થવા દઉં' આવી બધી કલ્પના હતી. ને તેથી હાર્યો જુગારી બમણું રમે ન્યાય અઘટને પતાવી દેવાના નવા પેંતરા રચવાના ચાલુ કર્યા. “શસ્ત્રકલામાં નિષ્ણાત આ અઘટની માટે ખૂબ જરૂર છે' વગેરે દેવધરને સમજાવી અઘટકુમારને પોતાની પાસે રાખી લીધો ને પછી એને મથુરાના પ્રદેશની વ્યવસ્થા સંભાળવા મથુરા મોકલ્યો. એ ત્યાં પહોંચ્યો, ભવ્ય સ્વાગત થયું. થોડા જ વખતમાં એને ખ્યાલ
- ભાગ્ય પાધરા તો દુશ્મન આંધળાં
(૩૦ For Personal Private Use Only
Jain Education International
, જલ]y.org