SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કુદરત કેટલી કાળજી કરે છે. “હરામખોર! મારી ફાંદ પર ચડી બેઠો? મારી દાઢી સાથે મસ્તી કરે છે? મારી કદર્થના?’ આવો વિચાર દેવને ન આપ્યો. પણ, “આ બાળક મને કેવો પ્યાર કરે છે?' એવો વિચાર કુદરતે એ દેવને આપ્યો. ને એટલે જ દેવે “પ્રેમપૂર્વક કાળજીથી ઉછેર થાય એવે સ્થાને આ બાળકને ગોઠવવું જોઈએ,’ એવા વિચાર સાથે એ જ જંગલમાં છાવણી નાખીને પડેલા અઢળક સંપત્તિમાન, નિઃસંતાન સાર્થવાહ દેવધરને સ્વપ્ન આપ્યું. “અહીં નજીકમાં મારા મંદિરમાં એક દેવકુંવર જેવું બાળક છે, એને તું લઈ જા ને પુત્રવતુ ઉછેર કર.” દેવધર તો રાજીનો રેડ. તેજસ્વી કાંતિવાળા બાળકને પામી જાતને ભાગ્યશાળી માનવા લાગ્યો. દેવનો ખૂબ ખૂબ આભાર માની ભાવપૂર્વક પૂજા કરી સ્વવતન તરફ રવાના થયો. દેવધરની પત્નીને બાળક જ નહીં, માતૃત્વ પણ મળ્યું. આનંદનો કોઈ પાર નહીં. કાળક્રમે અસાધારણ બુદ્ધિપ્રતિભા, વિનય અને અભ્યાસના કારણે યૌવનના ઉંબરે પગ મૂકવાની ઉંમરે તો શસ્ત્ર અને શાસ્ત્ર, બધામાં પારંગત બન્યો. પિતાજીની સાથે રહી ધંધામાં પણ હથોટી કેળવવા લાગ્યો. ધંધા માટે ફરતો ફરતો દેવધર એક વખત વિશાલાનગરીમાં પહોંચ્યો. બહુમૂલ્ય પવનવેગી અશ્વો રાજાને ભેટ ધરવા અને વેપારની રજા મેળવવા માટે અઘટકુમાર સાથે રાજસભામાં ગયો. જ્ઞાનગર્ભપુરોહિતની નજર અઘટ પર પડી ને ચમકી ઊઠી. શરીર પરના લક્ષણો જોતાં જ એણે નકકી કર્યું કે આ અઘટકુમાર જ છે. પછી એકાંતમાં રાજાને આ વાત કરી. રાજાના માથે તો જાણે કે વીજળી પડી. જલ્લાદની પૂછપરછ કરી. ખાતરી થઈ. હવે શું કરવાનું? વલ્લભીભંગના ઈતિહાસની શ્રાદ્ધવિધિગ્રસ્થમાં વાત આવે છે. મારવાડના પાલી ગામમાં કાકુઆક અને પાતાક નામે બે ભાઈઓ રહે. નાનો શ્રીમંત. મોટો એટલો જ નિધન. કર્મની કઠણાઈ તો એવી કે નાનાભાઈના ખેતરમાં જ કાળી મજુરી કરવાની નોબત આવી, એક દિ થાકીને લોથપોથ થઈને ઘસઘસાટ ઉંઘી ગયેલા કાકુઆકને મધરાતે નાનાભાઈએ ઊઠાડ્યો. “કાંઈ ભાન છે ? આ ખેતરના ક્યારામાંથી પાણી રેલાવા માંડ્યું છે. ને તમે અહીં નિરાંતે ઘોરો છો ? આ નોકરી કરવાના લક્ષ્મણ છે ? હરામનો પગાર ખાવો છે ? ઊઠો ને ખેતરે જઈ કામ કરો.' કાકુએ મન મારીને ઊઠવું પડ્યું ને ખેતરે જવું પડ્યું. પણ ત્યાં જઈને જોયું તો ખેતરમાં માણસો કામ કરી રહ્યા હતા. એને આશ્ચર્ય થયું. વળી કોઈ ચહેરો પરિચિત જણાયો નહીં. એણે પૂછ્યું : આવી મધરાતે કામ કરનારા | જેલર) Jain Education International For Personal & Private Use Only Womendrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy