________________
એવું લાગે છે આજે મને ! પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં.... મિત્ર માનું બધા જીવને, ભાવ જાગ્યા છે મારા હૃદયમાં... ઠંડો સુરમો અંજાઈ ગયો, રાતા ધગધગતા લોચન મહીં; ક્રોધ આવ્યો તો જેની ઉપર, પ્રેમ પ્રગટ્યો છે મારા હૃદયમાં. કરે નુકશાન જેઓ મને તે તો કેવળ નિમિત્તો બધા; ભાગ ભજવે છે મારા કરમ, સાચું સમજાયું મારા હૃદયમાં. જેની જાગી'તી ઈર્ષ્યા મને, તેની ઈચ્છું પ્રગતિ હવે; સુખ એનું એ માણે ભલે, બળું શાને હું મારા મારા હૃદયમાં ? વેરવૃત્તિની જ્વાલા ઉપર, ધારા વરસી રહી મેઘની; કૂણાં કૂણાં ક્ષમભાવના, ફૂટ્યા અંકુરા મારા હૃદયમાં.
બંધસમય ચિત્ત! ચેતીએ રે, ઉદયે શો સંતાપ? - જ્ઞાનીઓ કહે છે : હે જીવ! અપરાધવેળા ચેતી જા... સજા વખતે રોવાનો શું મતલબ ?
અમેરિકાની પ્રસિદ્ધ મોટી હોટલ હિલ્ટનની વારસદાર હેરિસ હિલ્ટન.. લાઈસંસ પૂરું થયા પછી કારડ્રાઈવિંગ કરતાં પકડાઈ. ૨૩ દિવસની જેલની સજા થઈ. સાંકડી કોટડી.. સૂવા માટે માત્ર લાકડાનું પાટીયું. અતિશય ઠંડી.. બે દિવસમાં રડી રડીને અડધી થઈ ગઈ.
(મુંબઈ સમાચાર તા. ૮-૬-૦૭)
(૧૧૩)
[ જેલર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org