________________
રાણી બનાવી દીધી. ચારની વચમાં વટ પડે એવા મોટાઈના - ગૌરવના કામ જ એણે કરવાના. બહાર કોઈ સારા પ્રસંગમાં જવાનું હોય, બે જણાને જમવાનું આમંત્રણ હોય તો નાના પુત્ર-પુત્રવધૂનો જ નંબર લાગે. નાનીના પિયરીયાની ઉમળકાભેર સરભરા થાય. મોટીના તો માથે પડ્યા હોય એવો વ્યવહાર. આખી દુનિયાને નર્યો પક્ષપાત દેખાય એવું વાતાવરણ નિર્માણ થઈ ગયું. પણ મોટી વહુ સંસ્કારી છે. કર્મવિજ્ઞાનની જાણકાર તો છે જ, જીવનાર પણ છે. જે કાંઈ ઓછું વડું થાય છે એ બધાનું દોષારોષણ કર્મના માથે. સાસુના માથે કશું નહીં. એટલે સાસુપ્રત્યે દિલમાં ભક્તિ છે. ને તેથી સાસુ વેતરાં જેવાં કામ સોંપે તો પણ ઓછું આવતું નથી.
આનંદઘનજીની “મન સાધ્યું એણે સઘળું સાધુ વાત સોટચના સોના જેવી પુરવાર થાય છે ને!
મોટી પુત્રવધૂની સાથે સાથે ઘણીવાર મોટા પુત્રની પણ ઉપેક્ષા સાથે જોડાયેલી હોય એમ ચાલુ થઈ. બે પુત્રો વચ્ચે પણ પક્ષપાતનું વલણ શરુ થયું. મોટા દીકરાની નજરમાં આ તફાવત આવવા લાગ્યો. એણે કાંઈ કર્મવિજ્ઞાનને પચાવ્યું નથી કે જેથી આવા પક્ષપાતને સાંખી શકે. ને પરિણામ? અશાંતિએવૈષે એના મનનો કબ્બો લેવા માંડ્યો. માતા પ્રત્યેના ભક્તિ-વિનય તો ક્યાંય છૂ થઈ ગયા. વળી પત્નીને અન્યાય તો રોજિંદી ઘટના હતી. મોટો એ જોઈને અકળાઈ જતો ત્યારે આ મોટીવહુ એને શાંત પાડવા પ્રયાસ કરતી. પુત્ર માનો વાંક કાઢતો ત્યારે આ વહુ પોતાનો વાંક કાઢતી. ને પછી આ અંગે બન્ને વચ્ચે ચર્ચા ચાલતી.
પુત્રઃ તું તો માનો પડતો બોલ ઝીલે છે, પછી તારો શું વાંક ? પુત્રવધૂ મારા કર્મો વાંકા એ જ મારો વાંક. પુત્ર: એ શી રીતે?
પુત્રવધૂ મારા કર્મો વાંકા ન હોય તો પિતાજી વાતમુજબ લાખ રૂપિયા આપી જ શક્યા હોત ને એ આપ્યા હોત તો માને હું પણ વહાલી જ હોત.
પુત્ર : ઠીક છે, પણ મા તો મને પણ અન્યાય કરે છે. મારો શું વાંક? પુત્રવધૂઃ તમારાં પણ કર્મો જ વાંકાં! પુત્ર: મારા કર્મો શું વાંક?
પુત્રવધૂ : જો વાંકાં ન હોત તો, લાખ શું, સવાલાખનું દહેજ લાવનારી પત્ની તમને ન મળત?
૯૯
Jain Education International
જેલર
ensdary.org
For Personal & Private Use Only
For Personal & Private Use only
Wo