________________
થઈ, બધા જ દુઃખોરૂપી વૃક્ષના બીજભૂત અમૈત્રી શત્રુતા પેદા થઈ ગઈ. અને દેહને પીડા કરનારી તીવ્ર બુભક્ષા જાગી.
કુલપતિએ આપેલ કર્મવિજ્ઞાનને એ ભૂલી ગયો. તેથી અજ્ઞાનગ્રસ્ત બન્યો છે. તથા “ત્રણ-ત્રણ વાર પારણું ચૂકાય ને એના કારણે પોતે ભૂખ વગેરે દુઃખ ખૂબ જ વેઠવું પડે છે એ બધા મૂળ કર્મસત્તાના કારસ્તાન છે, ગુણસેનના નહીં. ગુણસેન તો માત્ર જેલર છે.” આવી વિચારધારા એ પરમાર્થ છે. આવી વિચારધારાના પ્રભાવે સમતાભાવને જાળવી રાખવો એ આત્મકલ્યાણનો ને ઉજ્જવળ પરલોકનો પારમાર્થિક માર્ગ છે. આ માર્ગની ભાવિતતા ઓછી પડી. એટલે ગુણસેનને જ દોષિત માનવાનું ચાલુ થયું. બીજાની ભૂલ જોઈ એટલે તરત ક્રોધની આગ પ્રજ્વલી ઊઠી. ક્રોધાવિષ્ટ થયો એટલે પરલોકદષ્ટિ અને ધર્મશ્રદ્ધા બધું જ ખતમ.. સર્વ દુઃખોના મૂળભૂત શત્રુતાએ મનનો કબ્બો લઈ લીધો.
લિટમસ ટેસ્ટનો રીર્પોટ સ્પષ્ટ છે. બેવાર પારણું ચૂકાયું ત્યાં સુધી સ્વભૂલ દર્શન હતું. અને મન કેટલું બધું સ્વસ્થ પ્રસન્ન નિર્મળ હતું. પણ ત્રીજીવાર પારણું ચૂકાયા પર ગુણસેનની ભૂલ જોવાનું કર્યું. ક્રોધની આગ ફેલાઈ ગઈ. એ આગમાં મનની શાંતિ-સ્વસ્થતા પ્રસન્નતા સુંદરતા વગેરે બધું જ હોમાઈ ગયું. ને અશાંતિ-ક્રૂરતા-વૈરભાવની કાળાશે મનને કલુષિત કરી દીધું.
મહાસતી સીતાની કુક્ષિમાં લવ-કુશના પુણ્યશાળી જીવો ગર્ભ તરીકે વિકસી રહ્યા છે. એના પ્રભાવે “અમારિપ્રવર્તન કરાવું, પ્રભુભક્તિના મહોત્સવો કરાવું. સુપાત્રદાન આપું, તીર્થયાત્રા કરું' વગેરે દોહિલા ઉત્પન્ન થયા છે. તીર્થ યાત્રા સિવાયના બાકીના તો રામચન્દ્રજીએ પૂરા કરી દીધા છે. ને એ દરમ્યાન લોકોએ કલંક મૂક્યું છે. “દીર્ઘકાળ સુધી રાવણને ત્યાં રહેલા સતાજીનું સતીત્વ નિષ્કલંક શી રીતે હોય શકે?” આવી વાતને ફેલાતા વાર શી? ઠેઠ રામચન્દ્રજી સુધી પહોંચી. અને તેમણે સીતાજીનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. સેનાપતિ કતાંતવદનને વાત સમજાવી દીધી. - સેનાપતિ રથ તૈયાર કરીને સીતાજી પાસે. “દેવી! આપને તીર્થયાત્રા કરવાની છે ને! પધારો, રથ તૈયાર છે.' સીતાજીના મનમાં તો કોઈ શંકા નથી. રથારૂઢ થઈ ગયા. સેનાપતિએ હંકારીને ભરજંગલની વચમાં ઊભો રાખ્યો. ‘ભાઈ! અહીં કેમ? અહીં તો કોઈ તીર્થ નથી.” સેનાપતિની આંખમાં આંસુ. બધી વાત કરી. નિબિડ નિર્જન જંગલ. ચારે બાજુ હિંસક-જંગલી પશુઓની
૨
[ જેલર ,
Jain Education International
For Personal & Private Use Only
w
ww.jamemulary.org