SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઠંડું થઈ ગયું હોય તો ય કોઈ બાધ નથી. કેમ કે એકવાર તેને ગરમ કરી દીધું પછી તેનામાં જે જીવોત્પાદક શક્તિ હતી તે નષ્ટ થઈ જાય છે. દા.ત. ઘઉં, બાજરી કે જુવારને એકવાર શેકી નાખવામાં આવે તો પછી વાવ્યા છતાં પણ ફરી તે ધાન ઉગી શકતાં નથી કેમ કે તેમની ઉત્પાદનશક્તિ નષ્ટ કરી દેવામાં આવી છે. તે જ રીતે ગોરસ ગરમ કર્યા બાદ જીવોત્પાદક રહેતાં નથી. 2. રાયતું ઃ દહીંનું રાયતું અનેક રીતે બને છે. એમાં જ્યારે કઠોળની, ચણાના લોટની બુંદી મીક્ષ કરીને બનાવાય છે. ત્યારે દ્વિદળનો દોષ લાગે છે. કઠોળ સાથે મીક્ષ કરતાં પૂર્વે દહીંને સારી રીતે ઉકાળી લીધું હોય તો દોષ નથી. જ્યારે કઢી ઉકળે છે ત્યારે તે બધા તપેલીમાં જ સ્વાહા થઈ જાય છે. આ રીતે જીવોની ઉત્પત્તિનો અને સંહારનો ઉભય દોષ એકસાથે લાગી જાય છે. માટે છાશ ગરમ થયા પૂર્વે કયારેય ચણાનો લોટ નાખવાની મૂર્ખામી ન કરવી. વળી આ કઢી સાથે જો શ્રીખંડ વાપરવાનો હોય તો અટામણ ચણાના લોટનું ન નાખતાં ચોખાના લોટનું નાખવું જોઈએ. વઘારમાં ભૂલેચૂકે પણ મેથીનો ઉપયોગ ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. કેમ કે મેથી કઠોળ ગણાય છે. ઘણા લોકો શ્રીખંડના જમણવારમાં દોષથી બચવા શાકમાં શીંગદાણાના શાક બનાવે છે. ખમણ પણ ચોખાના લોટના બનાવે છે અને કઢીમાં પણ ચોખાનો લોટ નાખે છે. બધી સાવધાની રાખવા છતાં જો કઢીના વઘારમાં ધ્યાન ન રાખ્યું તો હનુમાનના પૂંછડેથી આખી લંકા બળી ગઈ એમ વધારના પૂંછડેથી આખો જમણવાર હિંસક બની જાય છે. માટે શક્ય હોય ત્યાં 3. મેથીના થેપલા : મેથી કઠોળ ગણાય છે. તે જ રીતે મેથીની ભાજી પણ કઠોળ ગણાય છે. આજકાલ બહેનો જ્યારે મેથીના થેપલા બનાવવા બેસે છે ત્યારે દ્વિદળની વાત સાવ જ ભૂલી જાય છે. સુધી કયારેય જમણવારમાં શ્રીખંડ કે દહીંવડાવાળી ગોરસની વેરાઈટીઝ બનાવવી જ નહિ. થાળીમાં ઘઉં-બાજરાના લોટનો ચાળીને ઢગલો કરે છે, પછી તેમાં વચ્ચે ખાડો કરીને મેથીના પાંદડા પધરાવે છે. પછી તે પાંદડા પર કાચી છાશનો લોટો રેડી દે છે. પછી બેય હાથે બહેનો લોટ બાંધવા મંડી પડે છે. આ વખતે તેમને ખ્યાલ નથી કે તમારા લોટમાં આખા મુંબઈમાં ન સમાય તેટલી સૂક્ષ્મ બેઈન્દ્રિયવાળી જીવ-સૃષ્ટિ પેદા થઈ ચૂકી છે. જે તમારા બે હાથે હાલ મસળાઈ રહી છે. ટૂંક સમયમાં તમે એને વધસ્તંભ પર (તાવડીપર) ચડાવી દેવાના છો. પ્લીઝ ! બહેનો આવું ન કરશો. તમારા લોટાની છાશ પહેલાં ગરમ કરેલી હોવી જોઈએ. તે પછી જ મેથીના પાંદડા સાથે મીક્ષ કરી શકાય. 37 4. કઢી : જ્યારે છાશની કઢી કરવાની હોય છે. ત્યારે બહેનો ચૂલા પર તપેલીમાં છાશ ચડાવીને છાશ ગરમ થયા પૂર્વે જ એમાં તરત ચણાના લોટનું અટામણ ઉમેરી દે છે. કાચી છાશમાં ચણાનો લોટ ભળવાથી તત્કાળ અસંખ્ય જીવો પેદા થાય છે. પછી 5. શ્રીખંડ : લગ્ન સમારંભોમાં આજે શ્રીખંડનો મહિમા વધતો ચાલ્યો છે. ઉનાળામાં લોકો શ્રીખંડનું મેનુ પસંદ કરે છે. શ્રીખંડ આવે એટલે જોખમ ઘણું વધી જાય છે. આખા રસોડામાં જો કોઈ પણ કઠોળની આઈટેમ હશે તો એ જમતા થાળીમાં ભેગી થઈ જશે અને દહાડો ઉઠાડી મૂકશે. શ્રીખંડની હાજરીમાં લીલાં સૂકાં કઠોળના શાક, કેળાવડા, ચણાના ખમણ, ખમણની ચટણી, મગની દાળ, પાપડ, ચણાના લોટવાળી અને મેથીના વધારવાળી કઢી આ કશું જ ચાલી શકે નહિ. માટે શ્રીખંડને કાયમ માટે દૂરથી જ સો ગજના નમસ્કાર કરી દેવા. 6. ઢોકળાં : ખાટાં ઢોકળાં બનાવવા માટે કઠોળનો આટો છાશમાં પલાળવામાં આવે છે. આ આટો પલાળતા પૂર્વે છાશને ગરમ કરેલી હોવી જોઈએ. છાશને ગરમ કર્યા વિના સીધો જ આટો પલાળવાથી દ્વિદળનો દોષ લાગે છે. માટે ખાસ કાળજી રાખવી.
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy