________________
૬) અભિષેક પૂજાનું જૈનશાસનમાં અતિશય મહત્વ છે. દેવતાઓ પ્રભુનો જન્માભિષેક
કરવા માટે જ દોડીને આવતા હોય છે. ૭) અભિષેક જળ આંખે, મસ્તકે ઉત્તમાંગમાં લગાવાય છે. અભિષેક જળ કાંઇ
માલિશનું તેલ નથી કે પગ આદિ શરીરે ઘસી દેવાય.
(૧૫) અભિષેક પૂજાનું મહત્વ ૧૮ અભિષેક, લઘુશાંતિસ્નાત્રમાં ૨૭ અભિષેક, અષ્ટોત્તરીમાં ૧૦૮ અભિષેક વિગેરેમાં અભિષેક પૂજાનું જ મહત્વ છે.
... પ્રભાવ ..
૧) જરાસંઘે ફેકેલી જરાવિદ્યાહવણજલથી ભાગી ગઇ. ૨) શ્રીપાલ અને સાતસો કોઢિયોનો કોઢ રોગ અભિષેક જલથી દૂર થયો. ૩) કોઢથી પીડાતા અભયદેવસૂરિજી પર અભિષેક જળ છાંટતા સ્વસ્થ થયા. નવાંગી
ટીકાકાર બન્યા. ૪) પાલનપુરના પ્રહલાદ રાજાનો દાહરોગ પણ દૂર થયો. ભગવાનનો જન્માભિષેક
કરતી વખતે ૬૪ ઇન્દ્રો અસંખ્ય દેવો સાથે આવે છે. ઇન્દ્ર પોતાના પાંચ રૂપ બનાવે છે. માગધ-વરદામ-પ્રભાસતીર્થ-ગંગા સિંધુ વિગેરે નદીના પાણીમાં ક્ષીર સમુદ્રનું પાણી ઉમેરી ભાવવિભોર બની અભિષેક પૂજા કરે છે. ૮ જાતિના કળશ :- ૧) રત્ન ૨) સુવર્ણ૩) ચાંદી ૪) રત્નસુવર્ણ૫) રત્નચાંદી ૬) સુવર્ણચાંદી ૭) રત્નસુવર્ણ અને ચાંદી ૮) માટી. દરેકના ૮-૮ હજાર કળશ. ૮ x ૮૦૦૦ = ૬૪૦૦૦ x ૨૫૦ = ૧,૬૦,૦૦,૦૦૦ (એક કરોડ, સાઇઠ લાખ) વાર અભિષેક થાય છે.
.. ભાવના...
“પ્રભુનો જન્માભિષેક હું કરું છું. મારા હૃદયનાં સિંહાસન પર અનંતા કાળથી બેઠેલા મોહ રાજાને પદભ્રષ્ટ કરી પ્રભુનો રાજ્યાભિષેક કરું છું. પ્રભો! અભિષેક તારો થાય છે, શુદ્ધિ મારી થાય છે.”
ગુડનાઈટ... ૩૨ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org