________________
૧૪) પૂજા માટે ઘરેથી પ્રયાણની વિધિ ૧) પોતાના વૈભવનુસાર ઋધ્ધિ સમૃધ્ધિ સાથે પરમાત્માની પૂજા કરવા જવું. ૨) દાન પણ સાથે આપવાનું રાખીએ તો ધર્મની પ્રશંસા થાય. ચપ્પલ પૂજાના બની
શકે જ નહિ. ખુલ્લા પગે આવવું જોઇએ. (જેમાઘરોમાંચપ્પલ પહેરીને ફરવાની ફેશન ચાલુ થઇ છે. ચપ્પલ પહેરીને ગોચરી વહોરાવવાની અવિધિ ને ઘોર આશાતના ચાલુ થઇ છે. અવિધિને ન રોકિયે તો એ ક્યાં સુધી પહોંચી જાય કાંઇ કહેવાય નહિં.) પગ ધોવા માટે પાણી થોડું લેવું. (અળગણ ન હોવું જોઈએ.) પગ ધોયા બાદ
પાણી ધૂળમાં ૪૮ મિનિટમાં સૂકાઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવી. ૩) કેસર રૂમમાં પ્રવેશ કરી મુખકોશ બાંધી પછી કેસર ઘસવું. મુખકોશ નાક અને મોટું
ભેગું બંધાય એવી રીતે બાંધવું. ફક્ત મોટું બાંધવું આશાતના છે. ૪) ચાંદલા માટે કેસર જુદુ રાખવું. પાંચ અંગે ચાંદલો કરી શકાય. લલાટ, બે કાન, કંઠ, હૃદયને નાભિ.
. કેસર ઘસવાની વિધિ... ૧) શિયાળામાં - કેસર કસ્તુરી જેવા ઉષ્ણ પદાર્થો વધારે અને ચંદન-અંબર જેવા
પદાર્થો ઓછા લેવા. ઉનાળામાં – ચંદન-અંબર, બરાસ વધારે, કેસરનો ભાગ
ઓછો. ચોમાસામાં - બન્ને સરખા ભાગે. ૨) સામગ્રી સાથે પ્રદક્ષિણા આપવી. ૩) તમામ સામગ્રીઓ ધૂપાવવી, ફળ-ફૂલને ધોવાની જરૂરત નથી. ૪) ગંભારો ભગવાનનો અવગ્રહ છે. માટે મુખકોષ બાંધીને નિસીહિ કહી એમાં પ્રવેશ
કરવો. * ૫) ગભારામાં સ્તુતિ-સ્તવન-સ્તોત્ર વિગેરે ગાવા કરતાં ગંભારા બહાર ઉભા રહી
સ્તુતિ ભક્તિ કરવી
ગુડનાઈટ... ૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org