________________
૨૮ :
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ ભારતની યોગવિદ્યા
યોગ શું છે? તેની જીવનમાં કેવી ઉપયોગિતા છે? એ દર્શાવી પંડિતજી યોગના આવિષ્કારનું અને તેના વિકાસનું શ્રેય ભારતવર્ષને આપે છે, યોગને ભારતીય સંસ્કૃતિનું મૂળ ગણાવે છે, જ્ઞાન અને યોગનો સંબંધ કેવો ઘનિષ્ઠ છે તેનું નિદર્શન કરી યોગનું સ્થાન સમજાવે છે, વ્યાવહારિક અને પારમાર્થિક યોગનો ભેદ સ્પષ્ટ કરે છે, યોગની બે ધારાઓની સમજ આપે છે, યોગ અને તેના સાહિત્યના વિકાસની વિસ્તૃત માહિતી આપી પાતંજલ યોગસૂત્રના વિષયનું વિશ્લેષણ પ્રસ્તુત કરે છે. મહર્ષિ પતંજલિની ઉદાર દષ્ટિને કારણે યોગસૂત્રમાં સર્વ વિચારધારાઓનો સમન્વય થયો છે એ પંડતિજી સમજાવે છે. તેમણે જૈનદર્શન અને પાતંજલ યોગશાસ્ત્રના સાદેશ્યને વિસ્તારથી દર્શાવ્યું છે. પ્રાન્ત જૈન આચાર્ય હરિભદ્ર યોગમાર્ગની ખોલેલી નવીન દિશાનું અને તેમણે યોગમાર્ગમાં કરેલા પ્રદાનનું પંડિતજીએ વિશેષત: નિરૂપણ કર્યું છે.
પુરાતન કાળથી ભારત વિશ્વમાં યોગીઓના ર્દેશ તરીકે સુખ્યાત છે. ભારતની યોગસાધનાની પરંપરા અતિ પ્રાચીન છે અને છેક સિન્ધસંસ્કૃતિમાં તેનાં મૂળ હોવાના સંકેતો મળે છે. ઋગ્વદના કેશીસૂક્તને (૧૦-૧૩૬) રચનારા ઋષિ કેશધારી, મલધારી, હવામાં ઉડતા, મૌનેયથી ઉન્માદિત, દેવેષિત અને નગ્ન મુનિઓને જોઈ ચકિત થઈ જાય છે. આ સૂક્તમાં આપણને યોગસાધના કરતા અને યોગજ સિદ્ધિઓ ધરાવતા “વાતરશના” મુનિઓના એક નિરાળા વર્ગનું વિલક્ષણ ચિત્ર મળે છે. આ જ યોગપરંપરા આગળ ને આગળ વહેતી રહી. બુદ્ધ અને મહાવીરના કાળમાં આ પરંપરા જીવિત અને પુષ્ટ હતી. આ કાળમાં યોગમાર્ગના જાણકાર અને અનુભવી સાધકો હતા અને તે સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે ધ્યાનની જુદી જુદી ભૂમિકાએ પહોંચેલા હતા. આભાર કાલામ અને રુદ્રક રામપુત્ર આ બે યોગીઓએ બુદ્ધને ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરાવ્યો હતો. નિગંઠ નાતપુત્ત મહાવીર પણ ધ્યાનમાર્ગના સાધક હતા.
૧. વૌદ્ધ ધર્મ કે વિકાસ તિહાસ, વિન્દ્ર પાન્ડેય, પૃ.૨-૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org