________________
૧૧ ૧
ધર્મ અને વિદ્યાનું તીર્થ – વૈશાલી શકે યા ભારતના સંઘરાજયને પણ જીવિત રહેવા નહિ દે. તેથી આપણે પુરાણા ગણરાજ્યની સંઘદષ્ટિ તથા ધર્મપંથોની સંઘદૃષ્ટિનું આ યુગમાં એવું સામંજસ્ય કરવું જોઈશે કે ધર્મસંઘ પણ વિકાસની સાથે જીવિત રહી શકે અને ભારતનું સંઘરાજ્ય પણ સ્થિર રહી શકે.
ભારતના સંઘરાજયનું સંવિધાન અસાંપ્રદાયિક છે એનો અર્થ એ છે કે સંઘરાજ્ય કોઈ એક ધર્મમાં બદ્ધ નથી. તેમાં લઘુમતી બહુમતી બધા નાનામોટા ધર્મપત્થો સમાનભાવે પોતપોતાનો વિકાસ કરી શકે છે. જયારે સંઘરાજયની નીતિ આટલી ઉદાર છે તો હરેક ધર્મપરંપરાનું કર્તવ્ય આપોઆપ સુનિશ્ચિત થઈ જાય છે કે પ્રત્યેક ધર્મપરંપરા સમગ્ર જનહિતની દૃષ્ટિએ સંઘરાયને બધી રીતે દઢ બનાવવાનો ખ્યાલ રાખે અને પ્રયત્ન કરે. કોઈ પણ લઘુમતીયા બહુમતી ધર્મપરંપરા એવું ન વિચારે અને એવું કાર્યન કરે કે જેનાથી રાજ્યની કેન્દ્રીય શક્તિ યા પ્રાન્તિક શક્તિઓ નિર્બળ થાય. આ ત્યારે જ સંભવ છે જયારે પ્રત્યેક ધર્મપરંપરાના જવાબદાર સમજદાર ત્યાગી યા ગૃહસ્થ અનુયાયીઓ પોતાની દષ્ટિને વ્યાપક બનાવે અને કેવળ સંકુચિત દૃષ્ટિએ પોતાની પરંપરાનો જ વિચાર ન કરે.
ધર્મપરંપરાઓનો પુરાણો ઇતિહાસ આપણને આ જ શીખવે છે. ગણતન્ન, રાજત– એ બધાં અંદરોઅંદર લડીને છેવટે એવા તો ધરાશાયી બની ગયાં કે પરિણામે વિદેશીઓને ભારત પર શાસન કરવાની તક મળી ગઈ. ગાંધીજીની અહિંસાદષ્ટિએ તે ત્રુટિને દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને છેવટે ૨૭ પ્રાન્તીય ઘટક રાજ્યોનું એક કેન્દ્રીય સંઘરાજય કાયમ થયું જેમાં - બધા પ્રાન્તીય લોકોનું હિત સુરક્ષિત રહે અને બહારનાં ભયસ્થાનોથી પણ બચી શકાય. હવે ધર્મપરંપરાઓએ પણ અહિંસા, મૈત્રી યા બ્રહ્મભાવનાના આધાર ઉપર એવું ધાર્મિક વાતાવરણ ઊભું કરવું જોઈશે કે જેમાં કોઈ એક પરંપરા અન્ય પરંપરાઓના સંકટને પોતાનું સંકટ સમજે અને તેના નિવારણ માટે તેવો જ પ્રયત્ન કરે જેવો તે પોતાના ઉપર આવેલા સંકટને દૂર કરવા માટે કરે છે. આપણે ઇતિહાસ દ્વારા જાણીએ છીએ કે પહેલાં એવું થયું નથી. પરિણામે ક્યારેક એક તો ક્યારેક બીજી પરંપરા બહારના આક્રમણકારોનો શિકાર બની અને ઓછાવત્તા પ્રમાણમાં બધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org