________________
૮૬
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ
પોતાની જાતને વાસ્તવિક સ્વરૂપથી છુપાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. મહાવીર તે સમયે ચૂપ રહેત તો કોઈ તેમને મૃષાવાદવિરતિના વ્રતથી ચ્યુત . ન ગણત. પરંતુ તેમણે સ્વયં સત્ય જોયું અને વિચાર્યું કે અસત્ય ન બોલવું એટલું જ તે વ્રત માટે પૂરતું નથી બલ્કે અસત્યવાદના સાક્ષી બનવું એ પણ ભયમૂલક અસત્યવાદ બરાબર જ છે. આ વિચારથી ગોશાલકની અત્યુગ્ર રોષપ્રકૃતિને જાણતા હોવા છતાં પણ ભાવી સંકટની પરવા કર્યા વિના તેની સામે વીરતાથી સત્ય પ્રગટ કર્યું અને દુર્વાસા જેવા ગોશાલકના` રોષાગ્નિના દુઃસહ તાપના કડવા અનુભવથી પણ કદી સત્યસંભાષણનો અનુતાપ ન કર્યો.
હવે આપણે સુવિદિત ઐતિહાસિક ઘટનાઓ ઉપર આવીએ છીએ. નેમિનાથની જ પ્રાણીરક્ષણની પરંપરાને સજીવ કરનાર અશોકે પોતાનાં ધર્મશાસનોમાં જે આદેશો આપ્યા છે એ કોઈનાથી છૂપા નથી. આવું એક ધર્મશાસન તો ખુદ નેમિનાથની જ સાધનાભૂમિમાં આજે પણ નેમિનાથની પરંપરાને યાદ કરાવે છે. અશોકના પૌત્ર સમ્પ્રતિએ પ્રાણીઓની હિંસા રોકવાની અને તેમને અભયદાન અપાવવાની રાજોચિત પ્રવૃત્તિના માર્ગનું પાલન કર્યું છે.
બૌદ્ધ કવિ અને સંત માતૃચેટનો કણિકાલેખ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. કનિષ્કના આમન્ત્રણ પર અતિ ઘડપણના કારણે જ્યારે માતૃચેટ ભિક્ષુ તેમના દરબારમાં ન જઈ શક્યા ત્યારે તેમણે એક પદ્યબદ્ધ લેખ દ્વારા આમન્ત્રણદાતા કનિષ્ક જેવા શક નૃપતિ પાસે પશુપક્ષી આદિ પ્રાણીઓને અભયદાન અપાવવાની ભિક્ષા માગી. હર્ષવર્ધને, જે એક પરાક્રમી ધર્મવીર સમ્રાટ હતો તેણે, પ્રવૃત્તિમાર્ગને કેવો વિકસિત કર્યો એ સર્વવિદિત છે. તે દર પાંચમા વર્ષે પોતાના પૂરા ખજાનાને ભલાઈમાં ખર્ચી નાખતો હતો. એનાથી ચડિયાતી અપરિગ્રહની પ્રવૃત્તિબાજુનું રાજોચિત ઉદાહરણ ભાગ્યે જ ઇતિહાસમાં મળે.
ગુર્જર સમ્રાટ શૈવ સિદ્ધરાજને કોણ નથી જાણતું ? તેણે મલધારી આચાર્ય અભયદેવ તથા હેમચન્દ્રસૂરિના ઉપદેશાનુસાર પશુ, પક્ષી આદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org