________________
અનુવાદકની પ્રસ્તાવના
૧૧
વાતાવરણમાંથી મતાંધતા મેળવે છે અને કેળવે છે. બાલ્યકાળથી ધીરે ધીરે જાણ્યે-અજાણ્યે સંચિત થયેલા મતાંધતાનાં સંસ્કારોનું સંશોધન જો ઉંમર અને બુદ્ધિની વૃદ્ધિ થયા પછી પણ વિવેકશક્તિથી કરવામાં ન આવે તો ગમે તેટલી ઉંમર થયા પછી અને ગમે તેટલું પુસ્તકિયું શિક્ષણ મેળવ્યા છતાંય માણસ એમ માનતો થઈ જાય છે કે મારો ધર્મ એ જ સાચો અને સર્વશ્રેષ્ઠ, ઇતર ધર્મો કાં તો ખોટા કાં તો ઊતરતા;.... આવી મતાંધતા બંધાઈ જવાથી ધર્મનું શુદ્ધ અને ઉદાર બળ અશુદ્ધ અને સાંકડા રસ્તે વહેવા લાગે છે અને તેમાં ઘણી વાર દુન્યવી સ્વાર્થ ન હોય તો પણ તે ધર્મઝનૂનનું રૂપ લે છે. એ રૂપથી મનુષ્યની કર્તવ્ય-અકર્તવ્ય વિષયની બુદ્ધિ લંગડી થઈ જાય છે. આ સ્થિતિ આવવાનું કારણ માત્ર વંશપરંપરા અને અન્યસંસર્ગથી પ્રાપ્ત થતા સંસ્કારોનું વિવેકબુદ્ધિથી સંશોધન ન કરવું અને એ રીતે ચિત્તની અશુદ્ધિને વધતી જવા દેવી એ જ છે.” પંડિતજીએ વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ સંપ્રદાયના સાહિત્યમાંથી સાંપ્રદાયિકતાના નમૂનાઓ આપી જે રજૂઆત કરી છે તે, તે તે સંપ્રદાયના અનુયાયીઓને વિચારતા કરી મૂકે તેવી છે.
ધર્મ અને બુદ્ધિ
ન
બુદ્ધિમાન વર્ગ ધર્મના આત્માવિહીન જડ ક્રિયાકાંડો અને વ્યવહારોમાં જીવનશુદ્ધિરૂપ ધર્મને ન દેખતાં ‘ધર્મવિમુખ’ બની જાય છે અને ‘ધર્મગુરુઓ’ પ્રતિ આદર ધરાવતો નથી. અહિંસાનો મહિમા ગાનાર ધર્મની રક્ષા કાજે હિંસાને આવશ્યક ગણે કે સત્યનો પક્ષપાતી સત્યની રક્ષા કાજે અસત્યનું શરણ લે કે સંતોષનો ઉપદેશ દેનાર પોતે જ ધર્મની પ્રભાવના માટે પરિગ્રહની આવશ્યકતા દર્શાવે ત્યારે બુદ્ધિમાન વર્ગને પ્રશ્ન ઊઠે છે કે હિંસા વગેરે અધર્મ દ્વારા જીવનશુદ્ધિરૂપ ધર્મની રક્ષા કેવી રીતે થઈ શકે ? પરંતુ જડ ક્રિયાકાંડો પર નભતા ધર્મગુરુઓ અને પંડિતો તો ગમે તે ઉપાયે ક્રિયાકાંડોને ટકાવી રાખવા જ પ્રયત્નો કરતા રહે છે અને તે પણ કોઈ પણ ભોગે. તેઓ બુદ્ધિમાન વર્ગને ‘નાસ્તિક’ કહી ભાંડે છે. બુદ્ધિમાન વર્ગ પણ આ ધર્મગુરુઓની મિથ્યા દલીલોથી કંટાળી અસંતુષ્ટ બની કહી દે છે કે ગુરુઓ અને પંડિતોનો ધર્મ કેવળ છેતરપિંડી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org