________________
૮૦.
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ
સૈદ્ધાત્તિક દૃષ્ટિ
જૈન સિદ્ધાન્ત એ છે કે ધર્મનો ઉમેદવાર યા સાધક સૌપ્રથમ પોતાના દોષો દૂર કરે, પોતાની જાતને શુદ્ધ કરે – ત્યારે જ તેની સત્ પ્રવૃત્તિ સાર્થક બની શકે છે. દોષ દૂર કરવાનો અર્થ છે દોષથી નિવૃત્ત થવું. સાધકનો પહેલો ધાર્મિક પ્રયત્ન દોષથી યા દોષોથી નિવૃત્ત થવાનો જ હોવો જોઈએ. ગુરુ પણ પહેલાં તેના ઉપર ભાર દે છે. તેથી જ જેટલી ધર્મપ્રતિજ્ઞાઓ કે જેટલાં ધાર્મિક વ્રતો છે તે મુખ્યપણે નિવૃત્તિની ભાષામાં છે. ગૃહસ્થ હોય કે સાધુ, તેની નાનીમોટી બધી પ્રતિજ્ઞાઓ, બધાં મુખ્ય વ્રતો દોષનિવૃત્તિથી શરૂ થાય છે. ગૃહસ્થ સ્થૂલ પ્રાણહિંસા, સ્કૂલ મૃષાવાદ, સ્થૂલ પરિગ્રહ આદિ દોષોથી નિવૃત્ત થવાની પ્રતિજ્ઞા લે છે અને એવી પ્રતિજ્ઞાના પરિપાલનનો પ્રયત્ન પણ કરે છે, જયારે સાધુ સર્વ પ્રકારની પ્રાણહિંસા આદિ દોષોથી નિવૃત્ત થવાની પ્રતિજ્ઞા લઈ તેના પરિપાલનનો ભરચક પ્રયત્ન કરે છે. ગૃહસ્થ અને સાધુની મુખ્ય પ્રતિજ્ઞાઓ નિવૃત્તિસૂચક શબ્દોમાં હોવાથી તથા દોષથી નિવૃત્ત થવાનો તેમનો સૌપ્રથમ પ્રયત્ન હોવાથી સામાન્ય સમજવાળાઓનો એ ખ્યાલ બંધાઈ જવો સ્વાભાવિક છે કે જૈન ધર્મ કેવળ નિવૃત્તિગામી છે. નિવૃત્તિના નામે આવશ્યક કર્તવ્યોની ઉપેક્ષાનો ભાવ પણ ધર્મસંઘોમાં આવી જાય છે. આમ થવાનાં બીજાં પણ બે મુખ્ય કારણો છે. એક તો માનવપ્રકૃતિમાં પ્રમાદ યા પરોપજીવિતા રૂપ વિકૃતિનું હોવું અને બીજું પરિશ્રમ કર્યા વિના યા અલ્પ પરિશ્રમથી જીવનની જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે એવી પરિસ્થિતિમાં રહેવું. પરંતુ જૈન સિદ્ધાન્ત આટલામાં જ સીમિત નથી. તે તો સ્પષ્ટપણે કહે છે કે પ્રવૃત્તિ કરો પરંતુ આસક્તિથી નહિ– દોષત્યાગપૂર્વક પ્રવૃત્તિ કરો. બીજા શબ્દોમાં તે કહે છે કે જે કંઈ કરવામાં આવે તે યતનાપૂર્વક કરવામાં આવે, યતના વિના કંઈ પણ કરવામાં ન આવે. યતનાનો અર્થ છે વિવેક અને અનાસક્તિ. આપણે આ શાસ્ત્રાજ્ઞાઓમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે તે આજ્ઞાઓમાં નિષેધ, ત્યાગ યા નિવૃત્તિનું જે વિધાન છે તે દોષના નિષેધનું છે, નહિ કે પ્રવૃત્તિમાત્રના નિષેધનું. જો. પ્રવૃત્તિમાત્રના ત્યાગનું વિધાન હોત તો યતનપૂર્વક જીવનપ્રવૃત્તિ કરવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org