________________
છઠું અધ્યયન જીવનદૃષ્ટિમાં મૌલિક પરિવર્તન
ઇતિહાસના આરંભમાં વર્તમાન જીવન ઉપર જ વધુ ભાર આપવામાં આવતો હતો. પારલૌકિક જીવનની વાત આપણે સુખસુવિધાના અને ફુરસદના સમયે જ કરતા હતા. વેદોના કથન અનુસાર વરતિ વરવેતિ વરતિ વરતો : (અર્થાત્ ચાલો જ ચાલો, ચાલનારનું જ ભાગ્ય ચાલતું રહે છે)ને જ આપણે જીવનનો મૂળ મંત્ર માન્યો છે.
પરંતુ આજ આપણી જીવનદષ્ટિ બિલકુલ બદલાઈ ગઈ છે. આજ આપણે આ જીવનની ઉપેક્ષા કરીને પરલોકનું જીવન સુધારવાની જ વિશેષ ચિન્તા કરીએ છીએ. આનું દુષ્પરિણામ એ આવ્યું કે જીવનમાં પરિશ્રમ અને પુરુષાર્થ કરવાની આપણી આદત બિલકુલ છૂટી ગઈ. પુરુષાર્થની ખોટથી આપણું જીવન બિલકુલ કૃત્રિમ અને ખોખલું થતું રહ્યું છે. જે રીતે જંગલમાં ચરનારી ગાયબકરીની અપેક્ષાએ ઘરે બંધાયેલી રહેનારી ગાયબકરીનું દૂધ ઓછું ગુણકારી હોય છે તેવી જ રીતે ઘરમાં કેદ રહેનારી સ્ત્રીઓનાં સંતાનો પણ શક્તિશાળી બની શકતાં નથી. પહેલાં ક્ષત્રિયોનાં બલ-વિક્રમ પ્રસિદ્ધ હતાં પરંતુ આજે વિલાસિતા અને અકર્મણ્યતામાં ઉછરેલી રાજા-તવંગરોની ઓલાદ બહુ જ અશક્ત અને પુરુષાર્થહીન હોય છે. પહેલાંના ક્ષત્રિયોની જેમ ન તો તેઓ લાંબી પદયાત્રા યા ઘોડેસવારી કરી શકે છે કે ન તો કોઈ શ્રમ પણ. આ જ પ્રમાણે વૈશ્યોમાં પણ પુરુષાર્થની હાનિ થઈ ગઈ છે. પહેલાં તેઓ અરબસ્તાન, ફારસદેશ, મિગ્ન, બાલી, સુમાત્રા, જાવા આદિ દૂર દૂરના દેશોમાં જઈને વ્યાપાર-વાણિજય કરતા હતા, આજે તો વૈશ્યોમાંથી અધિકાંશની ફાંદો આરામતલબી અને આળસના કારણે વધેલી દેખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org