________________
૭૦
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ અવાન્તર સ્થિતિનું લક્ષણ બહુ સ્પષ્ટ રીતે વર્ણવ્યું છે. આમ ઉક્ત પાંચ ભૂમિકાઓની અન્તર્ગત ભિન્ન ભિન્ન સ્થિતિઓનું વર્ણન કરીને યોગના એંસી ભેદો કર્યા છે અને તે બધા ભેદોનાં લક્ષણો દર્શાવ્યા છે જેને ધ્યાનપૂર્વક જોનાર એ જાણી શકે છે કે પોતે વિકાસની કઈ સીડી ઉપર ખડો છે. આ જ યોગવિંશિકાની સંક્ષિપ્ત વસ્તુ છે. ઉપસંહાર
વિષયની ગંભીરતા અને મારી પોતાની અપૂર્ણતાનું ભાન મને હોવા છતાં પણ આ પ્રયાસ મેં એટલા માટે કર્યો છે કે અત્યાર સુધીનું મારું અવલોકન અને સ્મરણ સંક્ષેપમાં પણ લિપિબદ્ધ થઈ જાય જેથી ભવિષ્યમાં વિશેષ પ્રગતિ કરવી હોય તો આ વિષયનું પ્રથમ નિરૂપણ તૈયાર મળે. આ પ્રવૃત્તિમાં કેટલાય મિત્રો મારા સહાયક બન્યા છે. જેમના નામોલ્લેખ માત્રથી કૃતજ્ઞતા પ્રકાશિત કરવા ઇચ્છતો નથી. તેમની આદરણીય સ્મૃતિ મારા હૃદયમાં અખંડ રહેશે.
વાચકોને મારી એક સૂચના છે. તે એ કે આ નિબન્ધમાં અનેક શાસ્ત્રીય પારિભાષિક શબ્દો આવ્યા છે. ખાસ કરીને અન્તિમ ભાગમાં જૈન પારિભાષિક શબ્દ અધિક છે જે ઘણાને બહુ ઓછા જાણીતા હશે. તેમનો મેં વિશેષ ખુલાસો કર્યો નથી પરંતુ ખુલાસો ધરાવનાર તે ગ્રન્થોનાં ઉપયોગી સ્થળોનો નિર્દેશ કરી દીધો છે જેથી વિશેષ જિજ્ઞાસુ મૂલગ્રન્થ દ્વારા જ એવા કઠિન શબ્દોનો ખુલાસો મેળવી શકે. જો આ સંક્ષિપ્ત નિબન્ધના બદલે સ્વતંત્ર ખાસ પુસ્તક હોત તો વિશેષ ખુલાસો કરવાનો પણ અવકાશ રહેત.
આ પ્રવૃત્તિ માટે મને ઉત્સાહિત કરનારા ગુજરાત પુરાતત્ત્વ સંશોધન મંદિરના મંત્રી પરીખ રસિકલાલ છોટાલાલ છે જેમના વિદ્યાપ્રેમને હું ભૂલી શકતો નથી.
૧. યોગવિંશિકા, ગાથા પ-૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org