________________
સરશે સમજાય છે, અને પરમેષ્ઠિઓ સાથેના તન્મય, તપ ભાવથી (In tune with Infinite) આપણા આત્માને પરમેષ્ઠિ સ્વરૂપ બનાવી શકાય છે. સર્વ સિદ્ધિએનું સોપાન શ્રી નવકાર છે. જગતનું સર્વશ્રેષ્ઠ, સત્ય, સર્વોત્તમ, આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર શ્રી નવકાર છે.
આવા સણ મહામંત્રનું સ્મરણ, જાપ કે ધ્યાન કરતી વખતે આપણું મન ફરે છે તેવી સર્વ સામાન્ય ફરિ યાદ સર્વત્ર છે. આપણા પરમ ઈષ્ટ મંત્રના સમરણ વખતે આપણું મન ફરે-બીજે જાય તે આપણા મનની ખૂબ જ દુખ ભરી-દર્દ ભરી હાલત છે. જ્ઞાની પુરૂષે પણ કહે છેમનુષ્યનું મન મોટા ભાગે આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી પીડાઈ રહે છે. ભય, શોક અને ચિંતાની લાગણીથી વ્યગ્ર રહે. વાના સ્વભાવવાળું બની ગયું છે પરંતુ તે કિલષ્ટ સવભાવવાળા મનુષ્યના મનમાં પણ જ્યારે ભગવાનને પ્રવેશ થાય છે ત્યારે તે મન શાંત, આનંદી અને નિર્ભય બની જાય છે. મનમાં પરમાત્માને લાવવા માટે અનેકવિધ ઉપાય મહાપુરૂષોએ બતાવ્યા છે.
નામ રહે આવી મળે, મન ભીતર ભગવાન, મંત્રબળે જેમ દેવતા, હાલે કીધે આવાન.
શ્રી માનવિજયજીત પદ્મપ્રભ પ્રભુનું સ્તવન, જેમ કે મંત્ર-દેવતાનું આહવાન કરવાથી મંત્રદેવતાને હાજર થવું પડે છે, તેમ પ્રભુના નામરૂપ મંત્રનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org