________________
લઈને એ રાજકુમારે અવસરે પોતાના સ્વામીને કહ્યું કે, આપના શત્રુ ઉદાયી રાજાનો નાશ હું કરી આપું. પેલા રાજાએ પણ એ કામના બદલામાં એની માગણી મુજબ રાજ્યનો ભાગ આપવાનું કબૂલ કર્યું.
રાજકુમારને રાજ્ય તો જોઈતું જ હતું, પણ રાજા ઉદાયીની સાથે લડીને એ રાજ્ય મેળવી શકે, એવું એનામાં સામર્થ્ય નહોતું. રાજા ઉદાયી મહાપ્રતાપી હતા અને જીવતા હોય ત્યાં સુધી શત્રુ રાજાઓનું કાંઈ વળે તેમ નહોતું. એ રાજકુમાર જરૂરી વેષપલટો કરીને રાજા ઉદાયીની રાજધાનીમાં આવ્યો. એને તો માત્ર રાજા ઉદાયીનું ખૂન કરવું હતું, એટલે એ માટેની તક એ શોધવા લાગ્યો. એણે જોયું કે રાજમહેલની બહાર તો રાજાનું ખૂન કરી શકાય તેમ છે જ નહિ અને જાપ્તો એવો છે કે, રાજમહેલમાં તે પ્રવેશ કરી શકે તેમ નથી. આથી એ રાજકુમારે શોધવા માંડ્યું કે, આ રાજમહેલમાં નિઃશંક પ્રવેશ કોનો છે? રાજા ઉદાયીના રાજમહેલમાં કોઈ પણ પ્રકારની રોક-ટોક સિવાય માત્ર જૈન સાધુઓ જઈ શકતા. એ સિવાયના તો તે જ જઈ શકતા કે, જેમને પરવાનગી હોય. આથી એ રાજકુમારે જૈન સાધુ બનવાનો નિર્ણય કર્યો, કારણ કે એણે એ બાતમી પણ મેળવી હતી કે, જૈન મુનિઓનું જ રાજાની પાસે એકાંતમાં અસ્મલિત ગમનાગમન થઈ શકે છે.
આવો માણસ જ્યારે રાજાનું ખૂન કરવાના ઇરાદાથી જૈન મુનિપણાને સ્વીકારવા તૈયાર થઈ જાય, ત્યારે એ કેટલી પૂર્વતૈયારી કરી લે? પોતાના હૈયામાં ભારે ભવવિરાગ ઉત્પન્ન થયો છે, એવું સામાને જણાવવામાં એ કચાશ રાખે ખરો ? સંસારથી અત્યન્ત ઉદ્વિગ્ન બન્યો હોય અને મોક્ષ સિવાય પોતાને કશાનો ખપ જ ન હોય, એવા ભાવને પ્રદર્શિત કરતો તે રાજકુમાર આચાર્યભગવંત પાસે આવ્યો. રાજકુમારે જેમ બનાવટી ભાવ દર્શાવ્યો, તેમ આચાર્યદિવને નામ-ઠામ પણ બનાવટી દર્શાવ્યાં, પણ એ બધું એટલી બધી હોશિયારીથી કર્યું કે, મહાગીતાર્થ એવા આચાર્યભગવંત પણ એની બનાવટ વિષે કલ્પના સરખી પણ કરી શક્યા નહિ અને એથી બહુ લાયક સમજીને એને દીક્ષા દઈ દીધી.
આ રાજકુમારને દીક્ષા દેનારા આચાર્યભગવંત પ્રભુશાસનના મર્મના જ્ઞાતા હતા અને પ્રભુશાસનને થતી હાનિ અટકાવવા માટે અવસરે જાન
B ૨૨- ધર્મ ક્યારે અને કોને અપાય
with
છે
૧૭ થી Ex.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org