________________
ધર્મદાતાને માથે ધર્મને લેવા આવેલાની લાયકાત તપાસવાની જવાબદારી ન હોત, તો પેલા વિનયરત્નને દીક્ષિત બનાવનાર આચાર્યભગવાને ‘એવા દુષ્ટને મેં ક્યાં દીક્ષા દઈ દીધી ? મેં જ ભૂલ કરી' એવો જે પશ્ચાત્તાપ કર્યો, તે કરત નહિ. વિનયરત્નના આચરણથી એ મહાપુરુષ એની નાલાયકતાને જાણી શક્યા નથી. વિનયરત્ન જે રીતે દીક્ષિત બનવા આવ્યો હતો, તેમાં ગમે તેવા પરીક્ષકની પણ ભૂલ થઈ જાય એવું હતું, કેવળ છેતરપિંડી કરીને પોતાનું ધાર્યું કામ કાઢવા માટે જ આવ્યો હોય, તે બાહોશ હોય, તો ભલભલા બાહોશ ધર્મદાતાને પણ છેતરી જાય, એમાં નવાઈ નથી. વાતચીત ને વર્તાવ વગેરે એવું હોય કે; છદ્મસ્થ ધર્મદાતા માત્ર છેતરાઈ જ જાય એમ નહિ, પણ એવા છેતરાઈ જાય કે, બીજા સારા મુનિઓ કરતાં પણ એ દુષ્ટ હૃદયનો મુનિ વધારે સારો લાગે. આવાઓની બનતી પરીક્ષા કરી હોય, છતાં છેતરાઈ જવાયું હોય એ બને અને જ્યારે એનું ભયંકર પરિણામ આવે, ત્યારે ગુરુને ખ્યાલ આવે અને પશ્ચાત્તાપ થાય. પરીક્ષા કરવા છતાં પણ દુઃખ થાય, કેમ કે પરીક્ષા કરવાનો જે હેતુ હતો, તે તો સર્યો નહિ ને ? અજ્ઞાનવશ પણ એટલી ભૂલ થઈ ને ? મહાપુરુષોને પોતાની એવી ભૂલ માટે પણ ખૂબ ખૂબ લાગી આવ્યા વિના રહે નહિ.
વિનયરત્ન જ્યારે રાજાનું ખૂન કરીને ભાગી ગયો, તે પછી એ વાતનો ખ્યાલ આવતાંની સાથે જ વિનયરત્નને દીક્ષિત બનાવનાર આચાર્યભગવાનને એવું જ લાગી આવ્યું છે કે ‘આવા ક્રૂર સ્વભાવના નાલાયક આત્માને મેં ક્યાં દીક્ષિત બનાવી દીધો ?' એ આચાર્યભગવાને પોતે બેદરકારીથી કે જાણી જોઈને એને દીક્ષિત બનાવ્યો ન હતો, તેમ છતાં પણ એ મહાપુરુષને બહુ લાગી આવ્યું.
વિનયરત્નના પ્રસંગમાં બન્યું છે એવું કે, પ્રસંગવશાત્ રાજા ઉદાયી પ્રત્યે એના હૈયામાં તીવ્ર પ્રકારનો દ્વેષભાવ પ્રગટવા પામ્યો હતો. એ મૂળ તો રાજકુમાર હતો. એનું રાજ્ય યુદ્ધમાં રાજા ઉદાયીના કબજામાં આવ્યું હતું. આથી તે પોતાની રાજ્યભૂમિ તજીને અન્ય કોઈ રાજાની સેવામાં જઈ રહ્યો હતો. જે રાજાની સેવામાં જઈને એ રાજકુમાર રહ્યો હતો, તે રાજાને પણ રાજા ઉદાયીની સાથે અણબનાવ હતો. આ તકનો લાભ
પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૮૭
૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org