________________
અસાધારણ લાભ થાય છે, તેમ આ ધર્મની વિરાધનાથી નુકસાન પણ અસાધારણ થાય છે. ધર્મનો સ્વીકાર નહિ ક૨વામાં જે નુકસાન છે, તેથી કેટલાય ગણું નુકસાન ધર્મનો સ્વીકાર કરીને ધર્મની વિરાધના કરવામાં છે. દર્દી દવા ન ખાય, એમાં દર્દીને નુકસાન જરૂર છે, દવા લે અને ચરી પાળે નહિ, કુપથ્થો સેવવા માંડે, તો જે દવા દર્દોનો નાશ કરવા સમર્થ હતી, તે જ દવા દર્દને ખૂબ ખૂબ વધારી મૂકે,-એવા રૂપે પરિણમે.
ધર્મના સાચા દાતાઓ દયાળુ હોય છે. કોઈને પણ નુકસાન થઈ જાય નહિ અને થાય તો લાભ જ થાય. એવી એ તારકોની મનોવૃત્તિ હોય છે. આથી લાયકને ધર્મ દે,-એમાં જેમ સ્વ-પરનો ઉપકાર છે, તેમ નાલાયકને ધર્મ નહિ દેતાં લાયકાત કેળવવાનું કહે, એમાં પણ સ્વ-પરનો ઉપકાર જ છે. ‘ચરી નિહ પાળે તો એ મરશે, એમાં મારે શું ? હું તો દવા સારી આપું અને પથ્યાપથ્ય કહી છૂટું’-આવું દયાળુ વૈદ્ય ક્યારે પણ ન કહે.
દયાળુ વૈદ્ય કુપથ્યનો અણગમો ન જુએ અને દર્દી કુપથ્ય જ સેવવાનો છે એમ લાગે, તો દવા ન આપે, કેમ કે બને તો દર્દીને સાજો ક૨વો છે, પણ દવા આપીને એને વહેલો મારવો નથી. તેમ જેને સંસાર માટે નહિ પણ મોક્ષ માટે જ ધર્મ કરવાની ઇચ્છા હોય ને જેનામાં ‘ભવિષ્યમાં પણ વિષયાભિલાષાદિથી પીડાઈને ધર્મ છોડાય, તો પણ તેમાં હરકત જેવું નથી'-આવો ભાવ ન હોય, એને જ ભગવાને બતાવેલા આ ઔષધનું સેવન મોક્ષરૂપ આરોગ્યને આપનારું નીવડે છે. કુશળ ધર્મદાતા પણ છેતરાય એ બને ઃ વિનયરત્નનો પ્રસંગ :
ધર્મનો અર્થી મુગ્ધ હોય તે ચાલે, પણ ધર્મનો દાતા મુગ્ધ બને, એ ચાલે નહિ. યોગ્યાયોગ્યતા જુએ નહિ અને ઊંધું ઘાલીને ધર્મ જેને-તેને દઈ દે, પછી કહે કે “આપણે તો ધર્મ જ દીધો છે ને ?” આવું ધર્મદાતા તરીકેની જવાબદારી સમજનારથી બોલાય નહિ. માટે તો ગીતાર્થને જ ધર્મદાનનો અધિકાર છે. ધર્મદાતા ચાલે ત્યાં સુધી નાલાયકને ધર્મ દે નહિ, બનતી પરીક્ષા કરીને લાયક જણાય, તો જ ધર્મ દે અને મુગ્ધને ધર્મ દે તો પણ વિચારે કે ‘આનામાં સમજ નથી, બાકી વિપરીત ભાવનો આને આગ્રહ નથી' અને એને પણ સમજુ બનાવીને આશયશુદ્ધિ પમાડવાનું લક્ષ્ય રાખે.
૨૨ - ધર્મ ચારે અને કોને અપાય ?
Jain Education International
For Personal & Private Use Only
૧૫
www.jainelibrary.org