________________
બંધાય. એને બદલે ભગવાનના થઈ જાવને ? ભગવાનના થઈ જાવ, એટલે સુખમાં પણ સુખી અને દુઃખમાં પણ સુખી ! તમે ઇચ્છો નહિ છતાં સુખ તમારી પાછળ ભમ્યા કરે અને જે દુઃખ આવે તે પણ જવા માટે આવે. પકડનારી પોલીસ ચાકરી કરવા મંડી પડે, એ કોને ગમે નહિ ? તેમ તમારે જો તમારા કર્મની પાસે ચાકરી કરાવવી હોય, તો એને માટે આ જ ઉપાય છે.
નાલાયકને ધર્મ નહિ દેવામાં પણ ઉપકાર :
ધર્મ જેને તેને અપાય નિહ. લાયકાત જોઈને જ ધર્મ દેવાનું વિધાન છે. જેને ધર્મ આપવો હોય, તેને ઘૂંટી સુધી જઈને ઓળખવો પડે, એટલે કે જાણવું પડે કે “આને બીજું છોડવાનું અને આ લેવાનું મન થયું છે, તેનું કારણ શું ?" બનતી દરેક રીતે ખાતરી કરી લેવી પડે કે, આના હૈયામાં કેવો ભાવ પેદા થયો છે કે, જેથી એ સંસારથી વિમુખ બનાવીને ધર્મસન્મુખ બનાવનારી ક્રિયાઓ કરવા તત્પર થયો છે ?
ધર્મને લેવા આવેલો કોણ છે, ક્યાંનો છે, આ જાણ્યા પછી એને પુછાય કે ‘શા માટે ધર્મ જોઈએ છે ?' જો એ એમ કહે કે મને આ સંસારમાં ભટકવું ગમતું નથી, મારે સંસારથી નિસ્તાર પામવો છે, માટે હું આ ધર્મ કરવા આવ્યો છું' તો એ લાયક ગણાય. એ પછી એણે કહેલી વાત સાચી છે કે નહિ, એની પણ પરીક્ષા કરાય. પણ એ જો એમ જ કહે કે ‘આ ધર્મ કરવાથી ભોગસુખ, માનપાનાદિ સારાં મળે છે, માટે ધર્મ કરવા આવ્યો છું' તો એ લાયક ગણાય નહિ. એને લાયક બનાવવાનો પ્રયત્ન થાય. એને સમજાવાય કે આ ધર્મ જ તેને માટે છે કે, જેને સંસારથી છૂટવું હોય.' મુગ્ધ જીવોને માર્ગે ચડાવવા માટે બાળકને પતાસું આપીને પણ પાઠશાળાએ જતો કરાય છે, તેમ પણ ગીતાર્થે ધર્માચરણને માર્ગે દોરે, કેમ કે મુગ્ધને વિપરીત હેતુનો આગ્રહ હોતો નથી. સમજના અભાવે જ તે જીવો પૌદ્ગલિક આશય રાખે છે, પણ પૌદ્ગલિક આશયનો તેમને આગ્રહ હોતો નથી. જેને પૌદ્ગલિક આશયનો આગ્રહ હોય, તે તો આ ધર્મને માટે નાલાયક જ છે.
ધર્મની આરાધનામાં આશયની શુદ્ધિ પણ જોઈએ અને વ્રતપાલનની દઢતા પણ જોઈએ. આ ધર્મની આરાધનાથી જેમ
પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા – ૮૭
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org