________________
તમે જેમ ચોવીસેય ભગવંતોનાં નામ જાણો છો, તેમ એ તારકોએ કેવું દાન આપ્યું. તે પછી કેવી રીતે સંસારનો ત્યાગ કરી દીધો, તે પછી કષાયોથી સર્વથા રહિત બનીને કેવલજ્ઞાન ઉપાર્જવા કેવાં કેવાં કષ્ટોને, ઉપસર્ગોને અને પરિષહોને પ્રસન્ન હૃદયે સહ્યાં, એમ કેવલજ્ઞાન ઉપાર્જીને એ તારકોએ મોક્ષમાર્ગની સ્થાપના કરી ને જગતના જીવોને એક માત્ર મોક્ષમાર્ગનો જ ઉપદેશ આપવા માંડ્યો અને આયુષ્યને અંતે એ તારકો મોક્ષને પામ્યા, આ બધું પણ જાણો છો કે નહિ ? આવું જાણનારને મોક્ષની વાતમાં નવાઈ શાની લાગે ? એને તો એમ જ થાય કે, શ્રીજૈનશાસનમાં મોક્ષ સિવાયનું કોઈ લક્ષ્ય જ હોઈ શકે નહિ. ભગવાનના થઈ જાવ, તો સુખમાં પણ સુખી ને દુઃખમાં પણ સુખીઃ
આપણા સંયોગોમાં આપણને મોક્ષની ઇચ્છા થવી, એ ઘણું જ સહેલું અને સ્વાભાવિક છે ને ? મોક્ષની ઇચ્છા થઈ જાય અને એ લક્ષ્યથી, નાની પણ ધર્મક્રિયા કરવાની અભિલાષા પ્રગટે, એટલે સંસારમાં પણ બધું અનુકૂળ બનવા માંડે. આવા સંયોગો મળવા છતાં પણ જો મોક્ષનો આશય પ્રગટે નહિ, તો અધિક કાળ બાકી છે કે પછી કર્મ બહુ ભારે છે, એ તો જ્ઞાની કહી શકે, મારાં કર્મ બહુ ભારે છે, એટલો વિચાર આવે અને એ ખટકે, તો પણ કર્મને ભેદવાનો પ્રયાસ કરવાનું મન થાય આ આશય ન આવ્યો, તો બધી હોશિયારી એળે જવાની. ખરાબ માણસ જેમ અધિક હોશિયાર થાય, તેમ અધિક ખરાબ થાય.
આપણે આપણા કલ્યાણ માટે જે કાંઈ ધર્મ ચાલે છે, તે ઔદયિક ભાવનો ચાલે છે કે ક્ષયોપશમ ભાવનો ચાલે છે, તેની શોધ કરવી જોઈએ. પૌગલિક અભિલાષાથી થતો ધર્મ, તે ઔદયિક ભાવે થતો ધર્મ છે. પોદ્ગલિક અભિલાષાથી ધર્મ ન થાય, પણ મોક્ષની અભિલાષાથી ધર્મ થાય, એ જાણવા છતાંય જો પૌદ્ગલિક અભિલાષાના આગ્રહથી ધર્મ થાય, તો ધર્મ કરતી વેળાએ પણ પાપનો બંધ જોરદાર થાય. એના પરિણામે સુખ થોડું મળે અને દુઃખ ઘણું મળે. સુખના કાળમાં પણ અસમાધિ રહ્યા જ કરે, એટલે તે વખતે પણ પાપ ઘણું
B ૨૨-ઘર્મ ક્યારે અને કોને અપાય?
uminum
૧૩ છે.
K
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org