________________
ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ તીર્થંકર નામકર્મ સૌને મોક્ષમાર્ગના રસિક બનાવી દેવાની ભાવના દ્વારા ઉપાર્યું અને એ ભાવનાથી નિકાચિત કરેલા પુણ્યને વશ થઈને જ મોક્ષમાર્ગ રૂપ આ શાસનની એ તારકોએ સ્થાપના કરી? આટલું સાંભળવા-જાણવા મળ્યું હોય, તેમ છતાં પણ જો મોક્ષની ઈચ્છા ન થઈ હોય, તો તે નવાઈની જ વાત ગણાય ને?
સભા : સંસ્કાર જ નથી પામ્યા.
શ્રાવક કુળના સંસ્કારો તો સારામાં સારા હોવા જોઈએ. એ. . સંસ્કારોને જો તમે ઝીલ્યા હોત, તો પણ મોક્ષ ન ભુલાત. આ અવસર્પિણી કાળમાં આ ક્ષેત્રમાં ચોવીસ ભગવાન થયા ને ? એ ક્યાં ગયા? મોક્ષે ! શું સ્થાપીને મોક્ષે ગયા? મોક્ષમાર્ગને સ્થાપીને ! આપણે ત્યાં તો મોક્ષની વાત ડગલે ને પગલે આવે. આપણે જેમને ભગવાન માનીએ છીએ, તે લીલા કરે નહિ, મોક્ષે ગયા છે, ત્યાંથી એ પાછા આવે નહિ, એમને સંસાર હોય નહિ, હવે એ કદી પણ દેહને ધારણ કરે નહિ. આમ આપણે ત્યાં તો દેવનું પણ બધું સ્વરૂપ એટલું ચોખ્યું છે કે, આ ભગવાનને માનનારને મોક્ષની ઈચ્છા થયા વિના રહે નહિં.
આપણે જાણીએ છીએ ને કે, આપણા ચોવીસેય ભગવંતોએ દીક્ષા લીધેલી? દીક્ષા લેતાં પહેલાં એ બધી વાતે સુખી હતા કે કોઈ વાતે દુઃખી હતા? દીક્ષા લીધેલી, તે સુખને તજીને લીધેલી કે દુઃખથી ભાગી છૂટવા લીધેલી ? બધાય શ્રી તીર્થંકરદેવો, બધી જ વાતે સુખી જ હતા. એક પણ શ્રી તીર્થંકરદેવ, એક પણ વાતે દુઃખી નહોતા. તીર્થકરોનાં જીવન જુઓ તો પણ ખ્યાલ આવી જાય એવો છે કે, શ્રી તીર્થંકર ભગવાન બધી જ રીતે ઊંચા હોય અને દાનાદિ બધાય પ્રકારના ધર્મને આરાધીને મોક્ષે ગયેલા હોય. એ તારકી દીક્ષા લેતાં પહેલાં દાન કેટલું કરે? એક વર્ષ સુધી રોજ નિયમિત દાન કરે, અને તેય “માગો માગો' એમ કહીને દાન કરે. લક્ષ્મી રાખવી સારી નહિ, તજવી જ સારી, એમ એ તારકોએ દાનથી પણ લોકના હૈયામાં પેસાડી દીધું. સારા માણસોના હૈયામાં એ ભાવના પેદા કરી દીધી કે, લક્ષ્મી સારી હોત, રાખવા જેવી જ હોત, તો આવા મહાપુરુષ જેમ કાંકરા ઉડાડે, તેમ લક્ષ્મીને ઉડાડત ખરા ?
B ૧૨ છે.
પૂ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા -૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org