________________
જઈએ, એ માટેની વાત છે. આવા સંયોગો મળવા છતાં પણ મોક્ષનો આશય જે પ્રગટે નહિ, તો પોતાને એમ થઈ જાય કે હું કેટલો બધો નાલાયક છું કે, જેથી આવા સુંદર યોગમાં પણ મારામાં મોક્ષનો આશય પ્રગટતો નથી?” શ્રી જૈનશાસનમાં મોક્ષની વાત ન હોય, તો બીજું હોય પણ શું?
એક મોક્ષનો આશય આવી જાય, તો આ ધર્મક્રિયાઓમાં તો અજબ તાકાત છે. મોક્ષનો અભિલાષ પ્રગટ્યા પછી સંસારની ક્રિયા પણ તીવ્ર ભાવે થઈ શકતી નથી, એટલે પાપ ઓછું બંધાય છે અને થોડી પણ જે ધર્મક્રિયા થાય છે, તે મોટો લાભ આપનારી થાય છે. મોક્ષનો આશય આવતાં કર્મ અનુકૂળ બનવા માંડે છે. રાજ્ય જે પોલીસ બજારમાં ગોઠવી છે, તે ભયંકર કોને માટે ? બદમાશોને માટે ! બાકી સજ્જનાદિને તો તે રસ્તો કરી આપવા માટે ને? આજની પોલીસ શું કરે છે, તે તરફ ન જોતા, પણ રાજ્ય પોલીસ રાખી છે શા માટે? સારા અને સીધા માણસોની અનુકૂળતા માટે ને ? તેમ મોક્ષનો આશય આવ્યો, એટલે આપણે માટે કર્મ સારું બની જાય. આવી ઉત્તમ ક્રિયાઓ તો મળી ગઈ છે અને એમાં મોક્ષનો આશય આવી જાય, પછી કમી થી રહે? માત્ર ભાવના જ ફેરવવાની જરૂર છે ને? કેવી ભાવના ફેરવવી જોઈએ? સંસારનું સુખ જોઈતું નથી અને મોક્ષ જોઈએ છે.
આપણે માટે તો આ રીતે ભાવના ફેરવવી એ ઘણું સહેલું કામ છે, કેમ કે આપણા ભગવાન કોણ ? સંસારનું સુખ ઘણું હતું, છતાં તેને તજી દેનારા, મોક્ષને સાધનારા અને મોક્ષમાર્ગને પ્રવતવનારા ! ગુરુ પણ સંસારના ત્યાગી અને મોક્ષમાર્ગની જ આરાધનામાં રત રહેનારા. જેના હૈયામાં મોક્ષનો આશય પ્રગટ્યો હોય, તે ઘરે જાય કે પેઢીએ જાય, તો પણ આ વાતને એ ભૂલી શકે નહિ. આ ધર્મ મોક્ષ માટે જ છે, આ વિચાર જેને નથી આવ્યો. તેને કયા કારણસર આ વિચાર નથી આવ્યો? આપણે ત્યાં તો મોક્ષ શબ્દ રોજ વારંવાર લગભગ બધી ક્રિયાઓમાં અને બધા પરમેષ્ઠીઓના વર્ણનમાં આવે છે. છેવટ કાંઈ નહિ, તો બાર મહિને કલ્પસૂત્ર તો સાંભળો છો ને ? તેમાંય સાંભળ્યું હશે ને કે, ( ૨૨- ધર્મ ક્યારે અને કોને અપાય?
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org