________________
પણ દઈ દે એવા હતા, એમ આપણે તેઓશ્રીએ છેલ્લે કરેલી વિચારણા અને આચરણા ઉપરથી પણ કલ્પી શકીએ એવું છે. આવા આચાર્યભગવંત વગર પરીક્ષાએ દીક્ષા દઈ દે જ નહિ, પણ કપટકુશળ આત્માઓ એવા પણ મહાત્માઓને છેતરી જાય. એ શક્ય છે.
મંત્રીશ્રી અભયકુમાર મહા બુદ્ધિનિધાન હતા, પણ વેશ્યાથી છેતરાઈ ગયા ને ? વેશ્યા વેશ્યાના વેષમાં હોત, તો અભયકુમાર છેતરાત નહિ, પણ એણે પરમ શ્રાવિકાનો પાઠ ભજવીને અભયકુમારને છેતર્યા. વેશ્યાનું વર્તન પરમશ્રાવિકા જેવું જોઈને પોતાના હૈયામાં રહેલા ધર્મભાવનાના યોગે જ અભયકુમાર એવી જાળમાં ફસાઈ ગયા અને એક અબળા અભયકુમારને બંધાવીને શત્રુ રાજાની પાસે લઈ જઈ શકી. ધર્મના ભાવમાં આવું બને, એ આશ્ચર્યજનક નથી. ધર્મ ગમે તેટલો ચકોર હોય, પણ ધર્મના ઓઠે એ છેતરાઈ જાય, એ બનવાજોગ છે. અને એમાં ધર્મની નાનમ નથી, પણ એમાં તો ધર્મીની મહત્તા છે. આવી રીતે છેતરાઈ જવાય, એમાં ધર્મીની કાળજીની ઊણપ ગણાય. નહિ. એમ આચાર્યભગવંત પણ પેલા રાજકુમારની ધર્મના અર્થપણાની બનાવટમાં આવી ગયા.
એ રાજકુમારે દિક્ષા તો લીધી, પણ એણે લીધેલ વ્રતોનું પાલન કરવાની કેટલી બધી કાળજી રાખી છે, તે જાણો છો ? સર્વ ક્રિયાઓમાં
અપ્રમાદ અને સર્વત્ર વિનયભાવ તો જાણે એના બાપનો જ હતો. વિપાલનમાં એને આટલો ચોક્કસ બનાવવામાં અન્ય મુનિઓની આચારપરાયણતાનો પણ ફાળો તો ખરો જ. મુનિમંડળમાં આવતાં એની ઉપર એવી છાપ પડેલી જ કે “અહીં આ રીતે જ વર્તાય અને આમ વર્તીએ, તો જ સૌના પ્રીતિપાત્ર બનાય તેમ જ કોઈ કદી પણ આપણા તરફ શંકાની નજરથી જુએ નહિ !'
મુનિઓએ અને શ્રાવકોએ આ વાત વિચારવા જેવી છે. તમારા મંડળમાં નવો કોઈ આવી જાય, તો તેની ઉપર તમારા આચાર-વિચારની આવી છાપ પડે ને ? આવનારને એમ લાગે ને કે, અહીં સૌ પોતપોતાના લીધેલા વ્રતના પાલનની કાળજીવાળા છે અને અહીં તેઓનો જ વધુ ને વધુ આદર થાય છે કે, જેઓ લીધેલાં વ્રતનું પાલન કરવા
છે ૧૮ તા
આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૮૦
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org