________________
નિઃ શાશ્વત ગિરિ મહિમા :
એક સમયે શ્રી હેમસૂરિ મહારાજ શ્રી વીરપ્રભુનું ચરિત્ર વાંચતા હતા અને કુમારપાળ ભૂપાળ આદિ સભા એક ચિત્તે મધુરી દેશનાનું પાન કરતી હતી, જેમાં જગતપ્રભુ શ્રી મહાવીર ભગવાનની પ્રતિમાનો સંબંધ આવતાં અભયકુમારે વિનયવડે તે સમયે પ્રભુ શ્રી મહાવીરસ્વામીને પૂછેલું કે - “હે કૃપાળનાથ ! આ જીવિતસ્વામીની પ્રતિમા કેટલા કાળ સુધી પૂજાશે ? અને છેવટે તે પ્રતિમા ક્યાં જશે ?” આ પ્રશ્નના ઉત્તરમાં અનંતજ્ઞાનના ધણી પ્રભુ શ્રી વીર ભગવાન બોલ્યા કે- “આગળ એક કુમારપાળ નામે રાજા થશે જે વિત્તભયપાટણથી આ પ્રતિમા અણહિલપુરપાટણમાં લાવી ત્રિકાળપૂજા કરશે.” આ રીતે સભાસમક્ષ શ્રી વીરચરિત્ર દ્વારા શ્રી હેમસૂરિ પાસેથી આવી અદ્ભુત હકીકત સાંભળી કુમારપાળ રાજા હૃદયમાં બહુ જ હર્ષિત થઇને બોલ્યા કે- “અહો ! અહો ! મ્હારૂં પુચ પ્રબળ દીસે છે કે હું શ્રી વીરપ્રભુની રસનાએ ચડ્યો, તેમજ હું ભાગ્યશાળી લેખાઉં કે શ્રી વીરભગવાને દેવ, મનુષ્ય અને તિર્યંચની મોટી સભામાં અભયકુમાર મંત્રી પાસે હારૂં નામ ઉચ્ચાર્યું.” પછી હર્ષના આવેશમાં કુમારપાળ ભૂપાળ બોલ્યા કે :
૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org