________________
નિઃ શાશ્વત ગિરિ મહિમા :
સળ થયો હારો અવતાર, વીરે કીધી મ્હારી સાર; રસના ચડીયું મુજ નામ, તો સહી સિધ્યાં મ્હારાં કામ.
ત્યારબાદ ગરૂમહારાજને “એ પ્રતિમા ક્યાં છે ?' એ હકીક્ત પૂછતાં શ્રી વીત્તભયનગરમાં એ પ્રતિમા જણાવતાં કુમારપાળ રાજાએ જલ્દી પોતાના સેવકોને ત્યાં મોકલ્યા અને આડંબરસહિત વિધિપૂર્વક તે પ્રતિમા પાટણપુરીમાં લાવી, પોતાના ખર્ચે રત્નનું દેરાસર કરાવી મહોત્સવપૂર્વક તે જીવિતસ્વામીની પ્રતિમા તેમાં પધરાવી. પછી હંમેશા અષ્ટદ્રવ્યની સામગ્રી સહિત ભાવપૂર્વક તે ભક્તિ કરવા લાગ્યા અને પ્રભુની ભેટથી-પ્રભુના દર્શનથી હૃદયમાં આફ્લાદનો પાર રહ્યો નહિ. એટલે કે જેમ કોઇ દરિદ્રીને ચિંતામણિ રત્ન મળતાં, જેમ કોઇ બૂડતાં માણસને વહાણ મળી જતાં, જેમ ગરમીથી આકુળવ્યાકુળ થનારને અમૃતનો કુંડ મળતાં અને જેમ ભૂખ્યાને ખીરખાંડના મિષ્ટ ભોજના મળતાં તેના આનંદનો પાર રહે નહિ તેમ એ પ્રતિમાને જોઇને કુમારપાળ રાજાના હૃદયમાં આનંદ આનંદ થઇ રહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org