________________
- શાશ્વત ગિરિ મહિમા :-)
પણ પ્રેમપૂર્વક અને ભેટ ધરી દે છે.” આ રીતે કહીને રાજાજીએ જગડુશાહને પોતાની પાસે બેસાડી રત્નો લેવા માટે ના પાડી; પરંતુ જગડુશાહનું દિલ દુખાતું જોઇને તે રત્નનો સ્વીકાર કરી છેવટે રાજાજીએ અઢી કરોડ રૂપિયા આપી જગડુશાહનો બહુ રીતે સત્કાર કર્યો.
આ રીતે કુમારપાળ રાજા શ્રી શત્રુંજય અને શ્રી ગિરનારજી તીર્થની સંઘ સહિત યાત્રા કરી સંપૂર્ણ લાભ લઇને અનુક્રમે શ્રી પાટણપુરીમાં પાછા પધાર્યા. તે વખતે બહોંતેર સામતાદિની સામેયામાં હાજરી હતી. એ રીતે બહુ જ ધામ ધુમ અને હર્ષપૂર્વક નગરપ્રવેશ કર્યો. પછી સુપુત્યે શાશ્વતી અઠ્ઠાઇના શુભ દિવસોનો સુયોગ પ્રાપ્ત થવાથી દેવતાઓ જેમ નંદીશ્વરદ્વીપમાં જઇ અષ્ટાનિકા મહોત્સવપૂર્વક શ્રી જિનભક્તિ કરે છે તે રીતે બહુ જ મહોત્સવપૂર્વક કુમારપાળ મહારાજાએ પાટણપુરીમાં અઠ્ઠાઇ મહોત્સવ શરૂ કરાવ્યો અને તન-મન-ધનથી ઉત્તમ પ્રકારે લ્હાવો લઇને આત્મોન્નતિની સાથે શાસનોન્નતિ કરી. રાસકર્તા કવિ ઋષભદાસજી કહે છે કે :
સકળ કામ કુમારે કર્યા, રાખ્યું જગમાં નામ; નિત્ય સેવા કરે ગુરૂતણી , મુખ બોલે ગુણગ્રામ,
૪).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org