________________
- શાશ્વત ગિરિ મહિમા :
ખર્ચવા તેમનો ખાસ ઇરાદો હતો અને એ માટે હૃદયમાં તેમને ઉંચી ભાવના પણ હતી, પરંતુ કાળની વિષમ ગતિ હોવાથી એ પ્રકારની તેમની મનની ઇરછા મનમાં જ રહી ગઇ. એટલે એ કાર્ય કરવાની અભિલાષા સળ થયા પહેલાં એમનું સ્વર્ગગમન થવાથી એ પાંચ રત્નો હારી પાસે આવ્યા. હારા સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રીની ઇરછાનુસાર તેમાંનાં ત્રણ રત્નો પૈકી બે રત્નો તો શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી ગિરનારજી તીર્થમાં આ રીતે વપરાણા છે અને એક રત્ન દેવપત્તન (પ્રભાસપાટણ) વાપરવાનું છે, બાકીના બે હારા નિર્વાહ નિમિત્તે રાખવાનું તેઓશ્રી માવી ગયેલા છે.”
શેઠ જગડુશાહે કુમારપાળ મહારાજાએ કરેલી તીર્થયાત્રા અને સંઘભક્તિ જોઇને હર્ષપૂર્વક વિનંતિ કરી કે“કૃપાળુ રાજાજી ! આ તે બન્ને મૂલ્યવંત રત્નો હું આપની પાસે ભેટ ધરું છું, તો આપશ્રી તેનો જરૂર સ્વીકાર કરશો.” આ પ્રકારનો પ્રેમભાવ જોઇ કુમારપાળ બોલ્યા કે- “જગતમાં જગડુશાહને ખરેખર ધન્યવાદ ઘટે છે કે જેણે પોતાના પિતાશ્રીની જે ઇચ્છા હતી તે ભાવપૂર્વક પૂરી પાડી, તીર્થતુલ્ય પોતાની માતુશ્રીને ઉત્તમ લ્હાવો લેવરાવ્યો અને મૂલ્યવંત ત્રણ રત્નોનો સવ્યય કરી હજુ નિર્વાણનિમિત્તના બે રત્નો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org