________________
- શાશ્વત ગિરિ મહિમા :
શ્રી રેવતાચળ ઉપર આવીને શ્રી નેમિનાથની આરાધના કરી હતી.”
આ પ્રમાણે શ્રી ગિરનારજી તીર્થનું અપૂર્વ માહાભ્યા શ્રી હેમસૂરિ પાસેથી સાંભળીને કુમારપાળ રાજાના હૃદયમાં હર્ષનો પાર રહ્યો નહિ અને ઉલ્લાસમાં આવીને બહુ ભક્તિ ભાવપૂર્વક પ્રભુસેવા કરી પોતાનો જન્મ કૃતાર્થ કર્યો. પછી તીર્થમાળ પહેરવાનો અવસર આવ્યો, તે વખતે રકમની ઉછામણી બોલાતાં સવાકરોડની બોલીથી તે આદેશ પણ શેઠ જગડુશાહે લઇને પોતાની માતાના ગળામાં ઇંદ્રમાળ પહેરાવી તેને એ અતિ ઉત્તમ લ્હાવો લેવરાવ્યો.
શેઠ જગડુશાહે સવા કરોડની બોલીથી જે આદેશ લીધો હતો તેનાં દામ ચૂકવવા માટે પ્રથમની માફ્ટ સવા કરોડનું મૂલ્યવંત એક રત્ન કુમારપાળ ભૂપાળની આગળ વિનયપૂર્વક રજુ કર્યું. તે વખતે આશ્ચર્ય પામીને રાજાજીએ પૂછયું કે- “શેઠજી ! આવાં અમૂલ્ય રત્નો આપને ક્યાંથી મળ્યાં છે ?” તેના જવાબમાં જગડુશાહે નિવેદન કર્યું કે“શ્રી મહુવા નગરીમાં હંસરાજ મંત્રી નામે હારા પૂજ્ય પિતાશ્રીને પુન્યયોગે આવાં પાંચ રત્નો પ્રાપ્ત થયાં હતાં, જેમાંના ત્રણ રત્નો સંઘભક્તિ કરવા નિમિત્તે તીર્થયાત્રામાં
૪પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org