________________
નિઃ શાશ્વત ગિરિ મહિમા :-
સાંભળીને તરતજ સંસારની અસારતા સમજી દીક્ષા અંગીકાર કરી અને વિશુદ્ધપણે ચારિત્ર પાળી કાળધર્મ પામી બ્રહ્મદેવલોકને વિષે દશ સાગરોપમના આયુષ્યવાળા ઇંદ્ર થયા. ત્યાં ઉત્પન્ન થતાં જ આ સુરપદવી શાથી પ્રાપ્ત થઇ ? એ અવધિજ્ઞાનવડે જાણીને શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ કરવા અને પોતાના આત્માનો પણ ઉદ્ધાર કરવા બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુની વજરત્નની પ્રતિમા ભરાવી પોતાના દેરાસરમાં પધરાવી. પછી બહુ કાળપર્યત તેની પર્યુપાસના-સેવા કરી.
ભવને અંતે પોતાનું અલ્પ આયુષ્ય બાકી રહ્યું છે એમ સમજીને તે ઇંદ્ર આ વજમય નેમિનાથની પ્રતિમાં જ્યાં એ પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ ત્રણે કલ્યાણક થવાના હતા એવા પવિત્ર ગિરિ શ્રી રેવતાચળમાં પધરાવવાનો નિશ્ચય કર્યો. સ્વર્ગમાંથી પ્રતિમા લઇને તે ઇંદ્ર ગિરનારજી પર્વત ઉપર આવ્યા અને વજવડે તેને ખોદીને ભૂમિમાં રૂપાનું મનોહર મંદિર બનાવ્યું અને તેને ત્રણ ગભારા કર્યા, જેમાં રત્નના, મણિના અને સુવર્ણના એ રીતે ત્રણ બિંબની સ્થાપના કરી અને આગળ સુવર્ણનું પબાસણ કરીને તેની ઉપર વજમયી નેમિનાથની પ્રતિમાની સ્થાપના કરી.
૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org