________________
ઃિ શાશ્વત ગિરિ મહિમા :
કલાસગિરિ, બીજે આરે શ્રી ઉજ્જયંતગિરિ, ત્રીજે આરે શ્રી રેવતગિરિ, ચોથે આરે શ્રી સ્વર્ણગિરિ અને પાંચમે આરે ગઢ ગિરનાર એ રીતે સુપ્રસિદ્ધ છે. છઠ્ઠા આરામાં તે નંદભદ્રગિરિના નામથી ઓળખાશે. આ રીતે શ્રી ગિરનારજી સંબંધી હકીકત જાણી કુમારપાળ ભૂપાળ અતિ હર્ષિત થયા અને ગુરૂ મહારાજને પૂછયું કે- “હે સ્વામિન્ ! આ વજરત્નમયી પ્રતિમા કોણે અને ક્યારે ભરાવી ?”
ગુરૂમહારાજે કહ્યું કે- “આ ભરતક્ષેત્રને વિષે ગત ચોવીશીમાં ત્રીજા શ્રી સાગર તીર્થકરના સમયે ઉજ્જયિની નગરીમાં નરવાહના નામે રાજા રાજ્ય કરતો હતો. તેના ઉધાનમાં શ્રી સાગર તીર્થકર એક વખતે સમવસર્યા. તે વધામણી સાંભળી નરવાહન રાજા સકળ જનસહિત વંદન કરવા નીકળ્યા, અને યથાવિધિ વંદન કરીને યોગ્ય સ્થાનકે બેસી તીર્થકર મહારાજની અમૃતમય દેશના તેણે સાંભળી. પછી વિનયસહિત બે હસ્ત જોડી પૂછવા લાગ્યા કે- “હે સ્વામી ! હું ક્યારે કેવળજ્ઞાન પામીશ ?” ત્યારે શ્રી સાગરજિનેશ્વર બોલ્યા કે- “હે નરવાહન રાજા !તમે આવતી ચોવીશીમાં શ્રી નેમિનાથ પ્રભુના સમયે કેવળી થશો.”
નરવાહન નૃપતિએ વૈરાગ્યમય શ્રી જિનવાણી
૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org